રાણસીકી ગામેથી રૂા.1.60 લાખની ભેંસ ચોરી જનાર ટોળકી પકડાઈ
ગોંડલના સુલતાનપુર વીસ્તારમાં રાણસીકી ગામે થયેલ ભેંસ ચોરી કરનાર ટોળકીના પાંચ સભ્યોને દેરડીકુંભાજી ગામ પાસેથી ગ્રામ્ય એલસીબીએ પકડી પાડી રૂૂ.3.11 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.સુલતાનપુરના રાણસીકી ગામેથી સીમ વીસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે કી.રૂૂ.1.60 લાખની 2 ભેંસ જીવ ચોરીનો બનાવ બન્યો હતો જેમાં પાંચ ઇસમોને દેરડીકુંભાજી ગામ પાસેથી એલસીબીએ પકડી લીધા હતા. પકડાયેલ શખ્સોમાં જૂનાગઢનો મહેશભાઇ ચનાભાઈ વડદોરીયા,જેતપુરનો પ્રવીણભાઈ ઉર્ફે ફજલ ચનાભાઈ વડદોરીયા, ગોવિંદભાઇ ઉર્ફ ઢીંગો ચનાભાઈ,અજયભાઇ બદરૂૂભાઇ વડદોરીયા,જસદણના સંજયભાઇ અમરશીભાઇ ટપુભાઈ વાઘેલા હોવાનું ખુલ્યું હતું. આ ટોળકી પાસેથી બોલેરો પીકઅપ વાહન રજી નં.જીજે-11-ટીટી-9550 સહીત રૂૂ. 3.11,000નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ વી.વી.ઓડેદરા, ડી.જી.બડવા, એસ.જે.રાણા અને ટીમે કામગીરી કરી હતી.