For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાઇક ચોરી કરી સ્પેર પાર્ટસ ભંગારમાં વેચી દેતી ટોળકી ઝડપાઇ

04:29 PM Aug 23, 2024 IST | admin
બાઇક ચોરી કરી સ્પેર પાર્ટસ ભંગારમાં વેચી દેતી ટોળકી ઝડપાઇ

આઠ બાઇક અને સ્પેર પાર્ટસ સહિત રૂા.3.01 લાખનો મુદ્દામાલ જપ્ત: દોઢ વર્ષમાં અનેક બાઇક ચોરી કરી વેચી માર્યાની આશંકા

Advertisement

પેલેસ રોડ પરથી ચોરી થયેલ એક્ટિવા સાથે શખ્સને પકડતા કૌભાંડનો પર્દાફાશ થયો

શહેરના પેલેસ રોડ પર થોડા દિવસો પહેલા એક્ટિવા ચોરી થઇ હતી. જેને પગલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં પોલીસે એક શખ્સને પકડી એક્ટિવા ચોરીનો ગુનો ડીટેક્ટ કરતા તેમની સઘન પૂછપરછ કરતા 8 બાઇક ચોરી અને ચોરાઉ વાહનના સ્પેર પાર્ટસ ભંગારમાં વેંચી દેતા હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ટોળકીના પાંચ શખ્સોને ઝડપી રૂા.3 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો છે. તેમજ આરોપીઓની પૂછપરછમાં વધુ ચોરીના ગુના ડીટેક્ટ થાય તેની આશંકા છે.

Advertisement

મળતી વિગતો મુજબ, એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. આર.જી.બારોટની રાહબરીમાં ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.વી.લુવા, અજયભાઇ બસીયા, રમેશભાઇ માલકીયા, કીશનભાઇ આહીર, સંજયભાઇ ચૌહાણ અને સંજયભાઇ જાદવ સહિતના સ્ટાફે પેટ્રોલિંગમાં હતો ત્યારે મહિલા અંડરબ્રિજ રેલવેના પાટા પાસે એક અજાણ્યો શખ્સ ચોરાઉ એક્ટિવા સાથે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આરોપીને પકડી તેનું નામ પૂછતા પોતાનું નામ નવઘણ ઉર્ફે નધો રામજીભાઇ સાડમીયા (રહે. સાલખડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતુ અને આ એક્ટિવા 25 દિવસ પહેલા પેલેસ રોડ પરથી ચોરી ર્ક્યાની કબુલાત આપી હતી. ત્યાર બાદ તેમની વધુ પૂછપરછ કરતા તેમની સાથે બાઇક ચોરીમાં સામેલ અશોક ઉર્ફે બાવ ભીખાભાઇ જખાણીયા (રહે.નાકરાવાડી કુવાડવા) અને વિજય સોમાભાઇ વાઘેલા (રહે.ગંજીવાડા મહાકાળી ચોક દુધસાગર રોડ રાજકોટ)ના નામ ખૂલતા તે બન્ને ધરપકડ કરી હતી.

ત્યાર બાદ ત્રણેયની સઘન પૂછપરછ કરતા તેઓએ ચોરાઉ બાઇક અને બાઇકના સ્પેર પાર્ટસ નવાગામ કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાન પાસે ઝુપડામાં રાખ્યા હતા. પોલીસે ત્યાંથી કુલ 8 બાઇક અને બાઇકના સ્પેર પાર્ટસ, એન્જીંન તેમજ ચેસીસ સહિત રૂા.3.01 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ત્રણેયની પૂછપરછમાં પ્રકાશ આશુભાઇ ગુજ્જર (રહે.શીવનગર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ) અને પ્રભુભાઇ પ્રતાપસિંહ ગુજ્જર (રહે.ભોલેનાથ સોસા.શેરી નં.02 માધાપર ગામ રાજકોટ)ના નામ ખૂલતા આ બન્નેની પણ ધરપકડ કરવામાં આવી હતી અને શક પડતી મિલ્કતની ક્લમ હેઠળ બન્ને ધરપકડ કરી તેઓ પાસેથી વાહનના સ્પેર પાર્ટસ ક્બેજ કરવામાં આવ્યા હતા. આરોપીઓ વાહનના સોકેટ ડાયરેકટ કરી વાહનની ચોરી કરતાં હતાં. પાંચેયની ધરપકડ કરવામાં આવતા વાહન ચોરીના પાંચ ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા હતા.

આરોપી નવઘણ વિરુદ્ધ ઘરફોડ-વાહન ચોરી સહિત 19 ગુના

શહેરની એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે વાહન ચોરીમાં ઝડપાયેલા નવઘણ સાડમીયા વિરુદ્ધ અગાઉ 19 ગુના પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યા છે. આ ગુનામાં મોટાભાગે વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ અને મિલ્કત નૂક્શાન સહિતના ગુના નોંધાઇ ચૂક્યા છે. તેમજ આરોપીએ રાજકોટ, જામનગર, ગોંડલ, અમરેલી, ગાંધીનગર અને અમદાવાદમાં ગુનાઓ આચર્યા છે.

ટોળકીએ 20થી 25 વાહન ચોરી ર્ક્યાની પોલીસ સમક્ષ આપી કબૂલાત

વાહન ચોરી અને સ્પેર પાર્ટસ ભંગારમાં વેંચી નાખતી ટોળકીને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધી છે. આ બનાવમાં પોલીસે પાંચ વાહન ચોરીના ગુના ડીટેક્ટ ર્ક્યા છે. ત્યારે ટોળકીની પૂછપરછમાં પોતે 20થી 25 વાહને ચોરી ર્ક્યાની કબૂલાત આપી છે. તેમજ અગાઉ ચોરેલા વાહનના સ્પેર પાર્ટસ છૂટા કરી વહેંચી નાખ્યા હોવાની કબૂલાત આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement