રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં 14 સ્થળે ચોરી કરનાર ટોળકી પકડાઇ

11:38 AM Sep 03, 2024 IST | admin
Advertisement

છેલ્લા આઠ મહિનામાં ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મર અને ટીસીની ચોરીના ભેદ ઉકેલાયા

Advertisement

ધ્રાંગધ્રા નજીક સોલાર પ્રોજેકટની રૂ.1 લાખની વાપર અને ટ્રાન્સફોર્મરની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી સાત શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાની અન્ય 13 ચોરીના ભેદ ઉકેલાઇ ગયા હતા.

આટોબકીએ છેલ્લા 8 મહિનામાં અલગ અલગ વાડી વિસ્તારમાં 14 ચોરીને અંજામ આપ્યો હતો. ધ્રાંગધ્રા ડીવીઝનના ઉુતા જે.ડી.પુરોહીત તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એચ.ઝનકાતના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ કુલદીપસિંહ ઝાલા, ભરતભાઇ સીતાપરા, વિક્રમભાઇ રબારી, વિભાભાઇ ઘેડ, મનોજભાઇ ઝાલા, કરશનભાઇ લોહ તથા નરેશભાઇ ભોજીયા વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન કલ્પના ચોકડી ખાતે ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, વાયર ચોરીનો વાયર કેટલા ઇસમો રીક્ષા તથા મોટર સાઇકલમાં લઇ નીકળવાના હોય જે હકીકત આધારે વોચ તપાસમા રહેતા એક ઓટો રીક્ષા જેનો નં. જીજે-2-ટીટી-7772 તથા એક મોટર સાયકલ નં. જીજે-13-એસએસ-4703 તે અટકાવી તપાસ કરતા કોથળામા વાયર ભરેલ હતો તેમજ રિક્ષામા પાછળની સીટ પાસે ત્રણ મીણીયાના કોથળામાં મોટી કોપરની કોયલો તથા બીજા બે કોથળામાં કોપરના નાના નાના કટકા મળી આવ્યા હતા.

પુછપરછ કરતા મહેન્દ્ર ઉર્ફે ડટો રમણીકભાઇ તાજપરીયા ભાંગી પડ્યો હતો અને ચોરીની કબુલાત આપતા પોલીસે આ ટોળકીના મહેંદ્રભાઇ ઉર્ફે ડટો રમણીકભાઇ તાજપરીયા (ઉવ.19, રહે,ખાટકીવાસ શાળા નં.6ની પાછળ,ધ્રાંગધ્રા), ગોવિંદભાઇ ઉર્ફે નાનો જશુભાઇ ધાંગધરીયા (ઉ.વ.23, રહે. પ્રેમનગર ધ્રાંગધ્રા), સાહીલ ઉર્ફે બુચીયો જશુભાઇ ધાંગધરીયા (ઉવ.19, રહે. ધોળીધાર ધ્રાંગધ્રા), મોહીત ઉર્ફે મફો જશુભાઇ ધાંગધરીયા (ઉ.વ.21, રહે.ધોળીધાર ધ્રાંગધ્રા), અક્ષયભાઇ ઉર્ફે ભુવાજી અરવીંદભાઇ ચોરસીયા (ઉ.વ.20, રહે.બાળા હનુમાનજી મંદીર સામે, ધ્રાંગધ્રા), સબીર ઉર્ફે સબલો અકબરભાઇ સંધી (ઉ.વ.25, રહે.મફતીયાપરા ધ્રાંગધ્રા), વિરમભાઇ ગાંડાજી ડેડણીયા (ઉવ.23 હાલ રહે.બકુલસિંહ ઉર્ફે રાજેંદ્રસિંહ રવુભા ઝાલાની વાડીએ, ધ્રાંગધ્રા)ની ધરપકડ કરી વધુ પુછપરછ કરતા અન્ય 13 ચોરીના ભેદ ખુલ્યા હતા જેમાં ધ્રાંગધ્રા તાલુકામા સોલાર પ્રોજેક્ટ વાયર ચોરી સોલડી, ધ્રાંગધ્રા તાલુકામા ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, જેગડવા ગામના વાડી વિસ્તારમા આશરે દોઢ મહીના પહેલા ત્રણ ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, વાવડી ગામે વાડી વિસ્તારમા આશરે એક મહીના પહેલા ત્રણ ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, રામગઢ ગામે વાડી વિસ્તારમા આશરે બે મહીના પહેલા ચાર ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, જસાપર ગામે વાડી વિસ્તારમા આશરે વીસ દીવસ પહેલા બે ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, હરીપર ગામના વાડી વિસ્તારમા આશરે છ મહીના પહેલા ત્રણ ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, વસાડવા ગામના વાડી વિસ્તારમા આશરે 30 દીવસ પહેલા ત્રણ ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, દૂદાપુર ગામના વાડી વિસ્તારમા આશરે 8 મહીના પહેલા ત્રણ ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, નવલગઢ ગામના વાડી વિસ્તારમા આશરે 9 મહીના પહેલા બે ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, ખાંભડા ગામના વાડી વિસ્તારમા આશરે 7 મહીના પહેલા ત્રણ ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, બાલા હનુમાનજી મંદીર પાસે આવેલ વાડી વિસ્તારમા આશરે 6 મહીના પહેલા ત્રણ ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી, રાજપર ગામે આવેલ કેનાલ પાસેના વિસ્તારમા આશરે 8 મહીના પહેલા બે ઇલેકટ્રીક ટી.સીની વાયર ચોરી કર્યાની આ ટોળકીઓ કબુલ્યુ હતું.

Tags :
Dhrangadhradhrangadranewsgujaratgujarat newsSurendranagarsurendranagarnews
Advertisement
Next Article
Advertisement