લીલી પરિક્રમામાં ધક્કામુક્કી કરી રાજકોટની ટોળકીએ 21 મોબાઇલ ચોર્યા
ગિરનાર પરિક્રમા આ વખતે વહેલી શરૂૂ થવાની સાથે વહેલી પૂર્ણ પણ થઈ છે. ત્યારે પરિક્રમામાં ભાવિકો સાથે માળવેલાથી બોરદેવી ધક્કામૂકી કરી મોબાઈલની ચોરતા 4 યુવકની પોલીસે ધરપકડ કરી રૂૂપિયા 1,90,500ની કિંમતના 21 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઈ જે. જે. પટેલના માર્ગદર્શનમાં માળવેલા ઘોડીથી લઈ બોરદેવી સુધી સર્વેલન્સ સ્ટાફ, જૂનાગઢ સી ડિવિઝન, પોલીસ હેડ ક્વાર્ટર અને ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્ત સબબ પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન નળપાણીની ઘોડી તરફથી બોરદેવી તરફ યાત્રિકો આવતા હતા. અને તેમની ગીર્દીમાં 4 શખ્સ ધક્કામૂકી કરી વચ્ચે જઈ થોડી વાર ભાવિકોના ટોળામાંથી બહાર નીકળી જતા હોવાનું જણાયું હતું. આથી પોલીસે ચારેય શખ્સને રાઉન્ડ અપ કરી ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી ચેક કરતા ચારેય પાસેથી 21 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. શખ્સો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનના બિલ અને આધાર પુરાવા નહીં હોવાથી ચારેય શખ્સે મોબાઈલ ફોન ચોરી અગર તો છળકપટથી મેળવ્યા હોવાનું જણાય આવતા રૂૂપિયા 190500ની કિંમતના 21 મોબાઈલ ફોન કબજે લઈ રાજકોટનો સની ભીખુ કારોલીયા, રાજુ ઉર્ફે બુચો કારોલીયા, રમેશ ઉર્ફે ડુટો દલા સોલંકી તથા દૂદા ઉર્ફે ભાદીયો ભુપત સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ માટે ભવનાથ પોલીસને સોંપી આપ્યા હતા.
ગિરનાર પરિક્રમામાં યાત્રિકોના મોબાઇલની ચોરી કરતા પકડાયેલા યુવકોની વય 19 થી 25 વર્ષની વચ્ચે હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં 1) સની ભીખુ કારોલીયા ઉ. વ. 19, રહે. રૈયા ચોકડી પાસે, આલાપ ગ્રીન સોસાયટી રાજકોટ 2) સાત રસ્તા બાયપાસ પાસે, જામનગરનો વતની રાજુ ઉર્ફે બુચો ભરત કારોલીયા ઉ. વ. 19, રહે. ગોંડલ ચોકડી, વાવડી રોડ, પુનિતનગર, પાણીની ટાંકી સામે, રાજકોટ 3) રમેશ ઉર્ફે ડુટો દલાભાઈ સોલંકી ઉ. વ. 20, રહે. ગોંડલ ચોકડી, વાવડી રોડ, પુનિતનગર, પાણીની ટાંકી સામે, રાજકોટ 4) દુદા ઉર્ફે ભાદીયો ભુપત સોલંકી, રહે. ગોંડલ ચોકડી, વાવડી રોડ, પુનિતનગર, પાણીની ટાંકી સામે, રાજકોટ.