પવનચક્કીના કોન્ટ્રાકટમાં ગાડી રાખવાનું કહી મિત્રએ મિત્રની 7 લાખની કાર ગીરવે મૂકી છેતરપિંડી આચરી
શહેરમાં મવડી વિસ્તારમાં રહેતા યુવાનને તેના મિત્રએ પવનચક્કીના કોન્ટ્રાકટમાં ગાડી મુકવાનું કહી તેની 7 લાખની કાર લઇ જઇ બારોબાર ગીરવે મુકી છેતરપીંડી આચાર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ અંગે પોલીસે ગોંડલના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં આવેલા કૃષ્ણ પાર્ક શેરી નં.5માં રહેતા અને શાપર વેરાવળમાં યુફલો ઓટોમેશન નામની કંપનીમાં સ્ટોર રૂમમાં નોકરી કતા ધર્મેન્દ્રભાઇ હઠીસિંહ પરમાર (ઉ.વ.42) નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલમાં રહેતા તેના મિત્ર સુધીર મનુભાઇ ચાવડાનું નામ આપ્યું છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ તે સુધીરને પાંચ વર્ષથી ઓળખે છે. ત્રણ વર્ષ પહેલા સુધીરે જણાવેલુ કે પવનચક્કીના કોન્ટ્રાકટમાં ગાડીની જરૂરીયાત છે. જો તમે કાર લઇ કોન્ટ્રાકટમાં મુકશો તો શારૂ વળતર મળશે અને તેમાંથી ગાડીના હપ્તા ભી દેશું તથા ડાઉન પેમેન્ટ હું ભરી આપીશ. તેમ કહેતા તેમણે મિત્ર ઉપર ભરોસો રાખી ગોંડલ ચોકડી પાસે આવેલા શો-રૂમમાંથી રીનોલ્ટ ટ્રાઇબર કાર ખરીદી મિત્ર સુધીરને સોંપી હતી. ત્યાબાદ મિત્રએ થોડા મહીના સુધી ગાડીના પાંચ-છ હપ્તા આપ્યા બાદ હપ્તા આપવાનું બંધ કરી દીધું હતું.
જેથી તેમણે સુધીરને અવાર નવાર ફોન કરતા અલગ અલગ બહાના કાઢતા હતા અને સુધીરભાઇએ જણાવેલુ કે તેને આર્થીક ખેંચતાણ ઉભી થતા આ કાર તેમને બીજાને ગીરવે મુકી દીધી હતી અને 15 દિવસમાં કાર છોડાવી આપી દેવાનું કહ્યું હતું. જો કે આમ છત હજુ કાર પરત ન આપતા તેમની સાથે છેતરપીંડી થયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.