For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘યા હુસૈન, યા હુસૈન’ નારા સાથે વરસતા વરસાદની વચ્ચે પણ તાજીયાનું ઝુલૂસ નીકળ્યું

11:51 AM Jul 07, 2025 IST | Bhumika
‘યા હુસૈન  યા હુસૈન’ નારા સાથે વરસતા વરસાદની વચ્ચે પણ તાજીયાનું ઝુલૂસ નીકળ્યું

ઇન્સાફ ની જંગમાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસેન સાહેબ અને તેમના પરિવારજનોની શહાદતની યાદમાં શનિવારે સાંજે કલાત્મક તાજિયા પડમાં આવ્યા હતા. ત્યારબાદ, રવિવારે મોહર્રમ ના દશમા દિવસે એટલે નસ્ત્રઆશૂરાસ્ત્રસ્ત્ર ના દિવસે ઠેર-ઠેર કલાત્મક તાજિયાઓનું જુલૂસ નીકળ્યું હતું, અને મોડી રાત્રે 4 વાગ્યા ટાઢા થયા હતા.

Advertisement

જામનગરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોમી એખલાસની ભાવના સાથે તાજીયાના આ પર્વનું શાંતિપૂર્વક સમાપન થયું હતું.ગઈકાલે વરસાદ પડી રહયો હતો, છતાં પણ લાઇસન્સ વાળા તાજીયા ચાંદીબઝાર તેમજ દરબારગઢ સર્કલ ખાતે એકત્રિત થયા હતા. આ નઝારો જોવા માટે લોકો ઉમટયા હતા અને ચોતરફ ‘હુસૈની’ માહોલ છવાઇ ગયો હતો. ‘યોમે-આશૂરા’ ના દિવસે મોટી માત્રમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખે છે. ત્યારે દરબારગઢ વિસ્તાર, ચાંદી બજાર વિસ્તાર, રતનબાઇ મસ્જીદ વિસ્તાર અને દીપક ટોકીજ વિસ્તારમાં સેવાભાવીઓએ ઇમામ હુસૈન ની યાદમાં છબીલ કરીને પાણી-શરબત, આઇસ્ક્રીમ, ભજીયા તેમજ અન્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement