મોરબીમાં ટેમ્પોના ચાલકે ચાર વર્ષના માસૂમ બાળકને ચગદી નાખ્યો
બાળકના દાદાએ ટેમ્પોના ચાલક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
મોરબીના કાંતિનગર વિસ્તારમાંથી ચાર વર્ષનો બાળક ચાલીને જઈ રહ્યો હતો ત્યારે, ટેમ્પોના ચાલકે તેને અડફેટ લેતાં બાળકને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તે બાળકનું મોત નીપજ્યું હતું. હાલમાં મૃતક બાળકના દાદાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગરમાં મસ્જિદની બાજુમાં રહેતા યુનુસભાઈ જુમાભાઇ અજમેરીએ હાલમાં અશોક લેલન કંપનીના ટેમ્પો નંબર જીજે 36 વી 3941ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમનો ચાર વર્ષનો પૌત્ર અનસ ગઇકાલે કાંતિનગરની શેરીમાંથી ચાલીને જતો હતો. ત્યારે ટેમ્પોના ચાલકે તેને અડફેટે લેતાં અકસ્માત થયો હતો. જે બનાવમાં અનસને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં મૃતક બાળકના દાદાએ નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.