રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં રખડતા શ્ર્વાનોએ ચાર વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી

06:15 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

સિદ્ધાર્થ નગરમાં ઝાડીઓમાં ગાયોને ખાવા માટે નાખેલા ચારામાં શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર 8 થી 10 રખડતા શ્વાનોએ હુમલો કરીને ગળાના ભાગે બચકા ભરી લીધા હતા. બાળકી ગંભીર ઇજા પામીને ત્યાં જ પડી રહી હતી. માતા-પિતા કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમણે બાળકીને શોધતા ઘર પાસે આવેલી જાળીમાં બેભાન હાલતમાં મળી આવી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા તેમજ એક દીકરી સુરમિલા (4 વર્ષ) સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી કંપનીના બોઈલરમાં કોલસા નાખવાનું મજુરી કામ છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા અને સુરમિલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતાં હતાં. રાબેતા મુજબ સોમવારે પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે 5 વાગ્યાનાં સુમારે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા. ઘરની પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે ચારા નાખવામાં આવે છે.

Advertisement

ચારામાં સુરમિલાને શેરડી દેખાઈ હતી. જેથી સુરમિલા તે શેરડી લેવા માટે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક 8થી 10 શ્વાનોએ આવીને સુરમિલા પર હુમલો કર્યો હતો. તેને ગળામાંથી દબોચી લીધી હતી. બાળકી ત્યાં જ બેભાન થઈને પડી રહી હતી. શ્વાનો તેની આસપાસ ફરતા હતા. સાંજે કાળુભાઈ અને તેમની પત્ની કામ પરથી ઘરે આવ્યા હતા. તેઓને સુરમિલા નહીં દેખાતા તેઓ સુરમિલાને શોધવા માટે નીકળ્યા હતા. તેમના ઝુંપડાથી થોડા અંતરે જાળીમાં શ્વાનો દેખાયા તે દિશામાં કાળુભાઈ જોવા ગયા ત્યારે ત્યાં સુરમિલા ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. કાળુભાઈએ શ્વાનો તરફ પથ્થરો ફેકીને શ્વાનોને ભગાવ્યા હતા. ત્યારબાદ બાળકીને લઈને હોસ્પિટલ આવ્યા હતા. ત્યાં સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

Tags :
dog attackgujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement