For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના શક્તિનગર ખાતે 6 સપ્ટેમ્બરથી ચાર દિવસનો શિરુતળાવનો યોજાશે લોકમેળો

11:14 AM Aug 20, 2024 IST | admin
ખંભાળિયાના શક્તિનગર ખાતે 6 સપ્ટેમ્બરથી ચાર દિવસનો શિરુતળાવનો યોજાશે લોકમેળો

ગુરુવારે પ્લોટની જાહેર હરાજી થશે

Advertisement

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શીરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રખ પાંચમના લોકમેળાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શીરૂૂ તળાવના મેળા તરીકે યોજાતા આ લોકમેળામાં આગામી તારીખ 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ચાર દિવસ આ લોકમેળો યોજાશે. ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ સાથે છઠ સુધી યોજાતા આ ચાર દિવસના લોકમેળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના જુદા-જુદા વિસ્તારોમાંથી વિવિધ પ્રકારની રાઈડસ, સ્ટોલ, રમતગમત અને મનોરંજનના સાધનો તેમજ ખાણીપીણીના ધંધાર્થીઓ ઉમટી પડે છે.

ત્યારે મીની તરણેતરના મેળા જેવી ખ્યાતિ પામેલા આ લોકમેળાના સુચારુ આયોજન માટે જિલ્લા પ્રશાસનના વડપણ હેઠળ શક્તિનગર ગ્રામ પંચાયતના દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આના અનુસંધાને આગામી ગુરૂૂવાર તારીખ 22 ઓગસ્ટના રોજ લોકમેળા માટેના પ્લોટોની જાહેર હરાજી યોજવામાં આવી છે. આ હરાજી શિરેશ્વર મહાદેવ મંદિર - શક્તિનગર ખાતે સવારે 8:30 વાગ્યાથી શરૂૂ થશે. આ દિવસે બાકી રહેલા પ્લોટની હરાજી બીજા દિવસે શુક્રવાર તા. 23 ના રોજ સવારે 11 વાગ્યે આ જ સ્થળે કરવામાં આવશે.

Advertisement

લોકમેળાના પ્લોટનો નકશો ગ્રામ પંચાયત કચેરી ખાતેથી જોઈ શકાશે. આ હરાજીમાં સહભાગી થવા ઈચ્છતા વિવિધ ધંધાર્થીઓએ ગુરુવારે સવારે મેળાના સ્થળે ઉપસ્થિત રહેવા ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ તથા તલાટી પી.ડી. વીંજોડા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement