ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સિટી ઈજનેરને ધમકી આપી એક લાખની ખંડણી માગનાર પૂર્વ કોર્પોરેટર ઝડપાયો

12:03 PM Jul 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોલીસ દ્વારા રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી: મહાનગરપાલિકાની કચેરીમાં પણ આરોપીને લઈને પોલીસે પંચનામુ કર્યું

જામનગર મહાનગર પાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાની ને તેની કચેરીમાં જ ફાઈલ મંજૂર કરાવવાના પ્રશ્ને દબાણ કરી ધાકધમકી આપવા અંગે તેમ જ રૂૂપિયા એક લાખની ખંડણી માંગવા અંગે પૂર્વ કોર્પોરેટર દીપુ પારીયા સામે સિટી એ. ડિવિઝન પોલીસમાં ગત 28મી માર્ચે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પ્રકરણમાં ગઈકાલે પોલીસે આરોપી દીપુ પારિયાની અટકાયત કરી લીધી છે.

પોતે પૂર્વ કોર્પોરેટ હોવાથી તેમજ હાલ તેના પત્ની વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સમજુ બેન પારિયાના પતિ હોવાથી કચેરીમાં અવારનવાર આવતો હતો અને કેટલીક ફાઈલો મંજૂર કરાવવા માટે દબાણ કરી અને દર મહિને એક લાખ ની ખંડણી આપવી પડશે તેવી માંગણી કરી હતી.

જે સમગ્ર પ્રકરણ કમિશનરના ધ્યાનમાં આવ્યું હતું, અને આ બનાવ મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, અને તેણે જામનગર ની અદાલત અને ગુજરાતની વડી અદાલત સુધી આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળ ગયો હતો. આખરે ગઈકાલે સીટી એ. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી છે.

દરમિયાન આજે તેને રિમાન્ડ ની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાય તે પહેલાં જામનગર મહાનગરપાલિકા ની કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો, અને પોલીસે બનાવના સ્થળે સીટી ઈજનેરની કચેરી સહિતના વિભાગની મુલાકાત લઈ પંચનામું કર્યું છે. આ ધરપકડને લઈને જામનગર મહાનગર પાલિકાના વર્તુળમાં ચકચાર જાગી છે.

પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા ખંડણી કેસમાં જામીન પર મુક્ત

જામનગર મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર દીપુ પારીયા, જેમના પર સીટી ઈજનેર અને પૂર્વ ડીએમસી ભાવેશ નટવરલાલ જાની દ્વારા ખંડણી અને ફરજમાં રૂૂકાવટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તેમને ગુરુવારે નામ.ચીફ કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. આરોપી દીપુ પારીયાએ 3 મહિના સુધી પોલીસથી નાસી છુપાઈ રહ્યા હતા, પરંતુ 11 જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમને રીમાન્ડ પર લેવાની માંગ કરી હતી, પરંતુ નામ.અદાલતે તેમની માંગણી રદ કરી દીધી હતી. આ કેસમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા અને નિતેશ જી.મુછડીયાએ રજૂઆત કરી હતી કે આરોપીએ કોઈ ખંડણી માંગી નથી કે ન તો ફરજમાં રૂૂકાવટ કરી છે. તેમણે એવું પણ કહ્યું કે આરોપી રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે અને તેમની પત્ની હાલમાં કોર્પોરેટર છે. નામ.ચીફ કોર્ટે આરોપી પક્ષની દલીલોને ધ્યાનમાં લીધી અને દીપુ પારીયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ કેસ ઘણી ચર્ચાસ્પદ બન્યો હતો, કારણ કે તેમાં એક રાજકીય નેતાનો સમાવેશ થાય છે. આ કેસનો આગળ શું થશે તે જોવાનું બાકી છે.

Tags :
corporatorgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement