સરકારી હોસ્પિટલમાં તબીબને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ફડાકા ઝીંક્યા
જામનગર જિલ્લાની કાલાવડની સરકારી હોસ્પિટલમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ તબીબ ને ફડાકા વાળી કરી હોવાનો વિડિયો સમગ્ર જિલ્લામાં વાયરલ થતાં ચકચાર જાગી છે. જોકે આ સમગ્ર બનાવ અંગે તબીબે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. પરંતુ તેમ છતાં બે દિવસથી જિલ્લામાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયા ગત તા.1ના રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના આસપાય કાલાવડની સરકારી હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં સૌ પ્રથમ કોઈ તબીબ હાજર ન હતું. દરમિયાન ત્યાં મેડીકલ ઓફીસર ડો. નવિનભાઈ દુબે આવી જતાં તેઓની સાથે ગરમા ગરમી થયા પછી તેઓને અચાનક ફડાકા મારવા લાગ્યા હતા.
ત્યારબાદ હોસ્પિટલના પટાવાળા બહાર મળી જતાં તેની સાથે પણ ફડાકાવાળી કરી હતી. જે સમગ્ર બનાવ નો વિડીયો જિલ્લાભરમાં વાયરલ થયો હતો, અને ભારે ચકચાર જાગી હતી. પૂર્વ ધારાસભ્ય ના જણાવાયાનું સરકારી હોસ્પિટલમાં જે તે વખતે તબીબ હાજર ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તબીબ આવી જતાં તેને ફડાકાવાળી થઈ હતી. જ્યાં પટાવાળા પણ હાજર ન હતા, જે આવ્યા બાદ તેને પણ ફડાકા જીકયા હતા. જોકે સમગ્ર મામલે તબીબે ફરિયાદ કરવાનું ટાળ્યું છે, પરંતુ આ બનાવને લઈને જિલ્લા ભરમાં અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે.