શહેરમાં દબાણોનો રાફડો ફાટ્યો: 103 રેંકડી જપ્ત
જન્માષ્ટમીના તહેવારો નજીક આવતા શહેરના માર્ગો ઉપર ગ્રાહકોની ભીડ વધવા લાગી છે. જેના કારણે મુખ્ય માર્ગો પર થયેલા રેકડી કેબીન સહિતના દબાણો દૂર કરવાની ઝુંબેશ મહાનગરાપલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. મુખ્ય બજારો તેમજ રાજમાર્ગો ઉપર અલગ અલગ ટીમ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી 103 રેકડી કેબીન તેમજ અન્ય માલસામાન જપ્ત કરી મંજુરી વગર મંડપ છાજલી નાખનારને રૂા. 2.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
દબાણ વિભાગ શાખા દ્વારા કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી,જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 103 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 558 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 859 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક પરથી રૂૂ.1,75,145/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ 80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.50,800/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી 237 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
જપ્ત કરેલ સામાનની વિગત
રેકડી/કેબીન 103
પરચુરણ માલ-સામાન 558
શાકભાજી/ફળ (કિ.ગ્રા) 859
મંડપ-કમાન, છાજલી
બોર્ડ-બેનર 237