For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા થાન મૂળી વિસ્તારનાં PGVCLની હાલાકી દૂર કરવા યોજાયેલ બેઠકમાં ફરિયાદોનો ધોધ

12:35 PM Jul 05, 2025 IST | Bhumika
ચોટીલા થાન મૂળી વિસ્તારનાં pgvclની હાલાકી દૂર કરવા યોજાયેલ બેઠકમાં ફરિયાદોનો ધોધ

Advertisement

ચોમાસાની શરૂૂઆત માં જ ચોટીલા વિધાનસભા વિસ્તારમાં વિજ સમસ્યાઓના પારાવાર મુશ્કેલીઓ ઉદભવી હતી અને વ્યાપક ફરિયાદો વછુટતા ચોટીલા ખાતે ખાસ બેઠક યોજાઇ હતી.

બેઠકમાં વિસ્તારના ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ તેમજ જિલ્લા પીજીવીસીએલ ના એસી, ત્રણ તાલુકાનાં ડે. એન્જીનીયર સહિતનાં અધિકારીઓ અને વિસ્તારનાં ચોટીલા થાનગઢ મૂળી તાલુકાનાં ચૂટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ચોમાસા દરમ્યાન ખેતિવાડી અને ત્રણ તાલુકાનાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સર્જાયેલ વિજ સમસ્યાઓને કારણે ખેડૂતો અને લોકોને પડતી હાલાકી અને મુશ્કેલીઓ અંગે વાકેફ કરી જેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે તાકિદ કરવામાં આવેલ હતા અધિકારીઓ દ્વારા દિવસ 15 મા ટીમો બનાવી સઘનતા હાથ ધરી નિરાકરણ લાવવાની ખાત્રી આપવામાં આવેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement