For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જન્માષ્ટમીની થીમ જાહેરાત સાથે ફ્લોટ, લત્તા સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓનું સન્માન

04:17 PM Aug 12, 2024 IST | admin
જન્માષ્ટમીની થીમ જાહેરાત સાથે ફ્લોટ  લત્તા સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓનું સન્માન

આજે રાત્રે હેમુ ગઢવી હોલ ખાતે 42 કલાકારોના કાફલા સાથેનો કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાશે: ગોપી-કિશન તથા મે ભી યશોદા સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.14 સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

Advertisement

ગત શનિવારના રોજ વિ.હિ.5 દ્વારા આયોજીત જન્માષ્ટમી મહોત્સવ સંદર્ભે ગયા વર્ષે શોભાયાત્રામાં ફલોટસને સણગાર કરી જોડાયેલા તથા પોતાના વિસ્તારમાં લતા સુશોભન સ્પર્ધામાં જોડાયેલા ગ્રુપ, સંસ્થા, મંડળ પૈકી વિજેતા ગ્રુપને બી.એ.પી.એસ. ખાતે આયોજીત કાર્યક્રમમાં શીલ્ડ વિતરણ કરી નવાજવામાં આવ્યા હતાં. સાથે દર વર્ષે જાહેર કરાતી આ વર્ષની થીમ તથા સુત્રની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે થીમમાં સુંદર વન વિસ્તારમાં સૌમ્ય ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી નજરે ચડશે અને આ વર્ષનું સુત્ર જાહેર કરવામાં આવ્યું છે.
"ગલી ગલીમાં શોર છે. છોડ છોડમાં રણછોડ છે. પ્રકૃતિ એ જ પ્રાણ છે. જાણે રાધાકૃષ્ણની જોડ છે.
પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સૂત્રને વર્ષ 2023ના જન્માષ્ટમી મહોત્સવના તમામ સાહિત્યમાં ઉપયોગ કરવામાં આવશે.

દર વર્ષે વિ.હિ.5. પ્રેરીત જન્માષ્ટમી શોભાયાત્રામાં રાજકોટ શહેરના વિવિધ ગ્રુપ પોતાના વાહનોમાં લાઈવ પાત્રો, ડેકોરેશન, સંદેશાત્મક વિચારો, ભગવાન શ્રીકૃષ્ણના જીવનને લગતા પ્રસંગોની થીમ ઉપર સણગાર કરીને જોડાતા હોય છે. ફલોટધારકો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થાય, સ્પર્ધાના માધ્યમથી દરેક લોકો કાંઈક વૈવિધ્યતા અને નવિનતમ પ્રકારના ફલોટસ બનાવે તેવી ભાવના સાથે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

Advertisement

ફલોટસ અને લતા સુશોભનમાં સ્પર્ધાના માધ્યમથી જોડાતા ગ્રુપો પૈકી સ્પર્ધામાં વિજેતા થયેલા ફલોટસ સુશોભન અને લતા સુશોભનના વિજેતા ગ્રુપ, મંડળોને ગત શનિવારના રોજ બી.એ.પી.એસ. મંદિર ખાતે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં શીલ્ડ વિતરણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે સન્માન સ્વીકારી ગ્રુપના કાર્યકરો દ્વારા આનંદની લાગણી વ્યકત કરવામાં આવી હતી.

આજરોજ રાત્રે 9-00 કલાકે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે 42-કલાકારોના કાફલા સાથે ગુજરાતી સદાબહાર ગીતોનો ગુલદસ્તો એવો કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાવાનો છે. વિ.હિ.પ. દ્વારા દર વર્ષે જન્માષ્ટમી નિમિતે લોકોને પસંદ પડે તેવા કાર્યક્રમોનું આયોજન થતુ રહે છે. જે અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં 42-કલાકારોના કાફલા સાથે પ્રસ્તુત થતો આ દરેક ઉમરના લોકોને પસંદ પડે તેવા સદાબહાર ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતો કસુંબીનો રંગ લોકોને માણવા મળશે.

જીલ એન્ટરટેઈનમેન્ટના ઓરકેસ્ટ્રા શ્રી સાંઈ આર્ટ રાકેશ કડીયા ગ્રુપના લાઈવ પરફોર્મશ, સુનિલ પટેલના સાઉન્ડના સથવારે આર.ડી. ઈવેન્ટસના પરેશભાઈ પોપટના કોન્સેપ્ટ પર આધારીત આ કાર્યક્રમમાં શુભેચ્છકો રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) તથા તિર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ)ના સહયોગથી યોજાવા જઈ રહેલ આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દિપકભાઈ જોષી, નિધીબેન ધોળકીયા, જયેશભાઈ દવે, જીલ શીશાંગીયા તથા એન્કર અને ગાયક તેજશ શીશાંગીયા દ્વારા પોતાના કંઠના કામણ પાથરીને સદાબહાર ગુજરાતી ગીતો વિજળીને ચમકારે, મણીયારો તે હલુ હલુ, નગર મે જોગી આયા, શીવાજીનું હાલરડુ, તેરી લાડકી મે, મન મોર બની થનગાટ કરે, કોણ હલાવે લીંમડી, મારો સાવરીયો, છેલા જીરે, બેની રે વિગેરેની પ્રસ્તુતી દ્વારા શ્રોતાઓનું મન મોહી લેશે. ગીત-સંગીતની સાથે લાઈવ પાત્રો ગીતને અનુરૂપ પોતાનું પરફોર્મન્સ રજુ કરશે.

18મીએ મે ભી યશોદા સ્પર્ધા

દર વર્ષે ભુફુલકાઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે તેવી ગોપી-કિશન સ્પર્ધા, કે જેમાં 750 થી 800 બાળકો ભાગ લ્યે છે. તથા આ વર્ષે પ્રથમવાર મહિલાઓ માટે આયોજીત મે ભી યશોદા સ્પર્ધા આગામી તા. 18 ને રવિવારના રોજ પેડક રોડ, અટલ બિહારી ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક બાળ સ્પર્ધકો તથા મહિલા સ્પર્ધકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે છેલ્લી તા. 14 નિયત કરવામાં આવેલ છે. ત્યાં સુધીમાં ભાગ લેવા ઈચ્છતા રાજકોટવાસીઓને પોતાનું રજીસ્ટ્રેશન અવશ્ય કરાવી લેવું. તેવું પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સૂત્ર સ્પર્ધાના વિજેતાઓના નામ
પ્રથમ દેવયાતિબા એ. ચુડાસમા
દ્વિતીય ભરતભાઈ અંજારીયા
દ્વિતીય હાર્દિકભાઈ સોરઠીયા
તૃતીય તુષારભાઈ ભટ્ટ
તૃતીય ભાવિનભાઈ આહિર
પ્રોત્સાહન ભાવનાબેન રાવલ
પ્રોત્સાહન પંકજ આર. ભંડેરી
પ્રોત્સાહન પ્રવિણભાઈ શીંગાળા
પ્રોત્સાહન અનિલભાઈ ટોળીયા
પ્રોત્સાહન સતિષચંદ્ર એમ. રાજાણી
પ્રોત્સાહન હર્ષિત એન. ભાડજા
પ્રોત્સાહન મેઘાવી જાની
પ્રોત્સાહન વિપુલભાઈ મકવાણા

Advertisement
Tags :
Advertisement
Advertisement