For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિજયાદશમીએ રચાશે આતશબાજીરૂપી રંગોળી

04:25 PM Oct 10, 2024 IST | admin
વિજયાદશમીએ રચાશે આતશબાજીરૂપી રંગોળી

ફટાકડાની સાથે લાઈટ એન્ડ સાઉન્ડ ઈફેકટ લેસર શો જોઈ બાળકોની કિલકારીઓથી ગ્રાઉન્ડ ગુંજી ઉઠશે

Advertisement

જયશ્રી રામ સાથે જણાવવાનું કે, વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શકિતને નાશ વિ.હિ.પ.-બજરંગદળ દુર્ગાવાહીની દ્વારા વર્ષોથી રાક્ષસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉચામાં ઉચા રાક્ષસ રૂપી રાવણના પુતળા બની રહ્યાં છે. આગામી તા. 12/10/2024ને શનિવારના રોજ રેસકોર્ષ મેદાન ખાતે સાંજે 7-00 કલાકે રાક્ષસોના 3 પુતળાનું દહન કરાશે તથા ભવ્ય આતશબાજી કરવામાં આવશે.

રાક્ષસ રૂૂપી રાવણ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્થળે આકાશમાં નયન રમ્ય રંગોળી રચાશે. આ વર્ષે ખાસ શીવાકાશી તામીલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની અવનવી વેરાયટીઓ જેવી કે 500 મલ્ટી શોટ, 262 રંગીન ફેન્સી શોટ, 225 રંગીન મલ્ટી મ્યુઝીક લાઈટ શોટ, 120 મ્યુઝીકલ કલર શોટ, 100 મલ્ટી મ્યુઝીકલ કલર શોટ, 100 કલરફુલ શોટ, 75 મ્યુઝીકલ ફેન્સી કલર શોટ, 50 ફેન્સી સાયરીંગ મ્યુઝીક શોટ તેમજ 2500 ફુટ ઉચાઈએ ફુટી શકે એવા હેવી શોટ જેમાં મીરચી હેવી શોટ, થોર આતશબાજી શોટ, મલ્ટી મીકસ આતશબાજી, રેડ સાવર, ગ્રીન સાવર, રેડ હેવી શોટ, બેડ સ્ટ્રીટ બોય હેવી શોટ, એન્જલ શોટ, પંટર સ્ટ્રોમ, સ્કાય ફલોર, કેપેસીનો, ગોલ્ડ સ્ટાર, બાસ્કેટ બોલ, પોપઅપ કેન્ડી, સીલ્વર કેન્ડી, ઓરેન્જ કેન્ડી, ગ્રીન કેન્ડી, સીલ્વર કેન્ડી, બઝી મ્યુઝીક, ગોલ્ડન રસ, કલરપીન, જોર ડયુલક્સ, લક્કી ડ્રોપસ, ગ્રાન્ડ માસ્ટર, રેડ રીવેરી, ક્રિસ્ટોન હેવી શોટ, ગદર ફલાય શોટ, તિરંગાના કલર રચતા સ્કાય શોટસ વિગેરેની આતશબાજી જોઈને બાળકો સહિત મોટેરા તમામ પુલકિત થઈને ઉઠશે.

Advertisement

બાળકોની ઉત્સાહભરી કીલકારીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠશે. દર વર્ષે પ્રજાજનો સ્વયંભૂ રીતે જ પૂતળાદહન અને આતશબાજી જોવા માટે ઉમટી પડે છે. તેમજ આ વર્ષે લેસર લાઈટ શોના અદભૂત દ્રશ્યો જેમાં ફોગીગ દ્વારા લેસર શો કરવામાં આવશે. તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્બીનેશન કરી આ લેસર શો યોજાશે.

આ રાક્ષસ દહન કાર્યક્રમમાં રાજકોટ શહેરના તમામ નાગરીકો ઉપસ્થિત રહેતા હોય જેથી તેમની કાર્યક્રમ સ્થળે વાહન પાર્ક ન કરતા રેસકોર્ષ ગ્રાઉન્ડની બાજુમાં ક્રિકેટ સ્ટેડીયમ પાસે, ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં તથા પાર્કિંગ વાળી જાહેર જગ્યા હોય ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તમામ નાગરીકોને આ સ્થળોએ પોતાના વાહનો પાર્ક કરી અને કાર્યક્રમ સ્થળે આવવા વિ.હિ.5. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જેથીકરીને ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે.

આ સમગ્ર આયોજનમાં રાજકોટની ધર્મપ્રેમી હિન્દુ સમાજને લાભ લેવા વિ.હિ.5. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂૂપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ હસુભાઈ ચંદારાણા તથા વિ.હિ.5. સૌરાષ્ટ્ર પ્રાંતના નિતેશભાઈ કથિરિયા, કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેવુ વિ.હિ.5. પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠની યાદીમાં જણાવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement