હોટેલ પેટ્રિયામાં વહેલી સવારે આગ ભભૂકી
- સ્ટોરરૂમમાં સામાન બળીને ખાખ: અડધો કલાકની જહેમત બાદ આગ બુઝાવી: કોઇ જાનહાનિ નહીં
શહેરના એરપોર્ટ રોડ પર આવેલી પેટ્રીયા સુઇટસ હોટલમાં આજે સવારે આગ લાગવાનો કોલ આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લગભગ અડધો કલાક સુધી પાણીનો મારી ચલાવી આગ બુઝાવી હતી આગથી કોઇ જાનહાની થઇ નહોતી. આગ સ્ટોર વિભાગમાં લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ વિગતો મુજબ, આજે સવારે સાડા નવેક વાગ્યે એરપોર્ટ રોડ પર આવેલી પેટ્રીયા સુઇટસ હોટેલમાં આગ લાગી હોવાનો કોલ આવતા રામાપીર ચોકડી ફાયર બિગ્રેડનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં પહોંચ્ી તપાસ કરતા હોટેલના વીંગ એમાં બીજા માળે આવેલા સ્ટોર વિભાગમાં આગ લાગી હતી. જેને ફાયર સિસ્ટમ અને ફાયર ટેન્કરની મદદથી લગભગ અડધો કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી.
આગ સ્ટોર વિભાગમાં ડીસ કોર્ડ (વસ્ટેઝ)માં લાગી હતી. આગના સ્થળે મેનેજર સુધીર બેનરજી પણ હાજર હતાં. હોટેલમાં અન્ય કોઇ જાનહાની થઇ નહોતી. હોટેલમાં આગ લાગી હોવાની જાણ થતાં એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી ગઇ હતી. આગથી નુકસાનીનો કોઇ આંક જાણવા મળેલ નહીં હોવાનું ફાયર બ્રિગેડમાંથી જાણવા મળ્યું હતું.