રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં ચાર્જિંગ વખતે મોબાઇલની બેટરી ફાટતા એપાર્ટમેન્ટમા 10માં માળે આગ લાગી

04:41 PM Sep 04, 2024 IST | admin
Advertisement

ફલેટમાં ઘરવખરી ખાખ, પરિવાર બહાર હોવાથી જાનહાનિ અટકી

Advertisement

સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મોબાઇલ ચાર્જિંગ વખતે બેટરીમાં વિસ્ફોટ થતાં બંધ ઘરમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થયો છે.જો કે, સદનસીબે પરિવાર બહાર ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, ઘરમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આ મામલે ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ત્વરિત ત્યાં પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

શહેરનાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં નીલકંઠ એપાર્ટમેન્ટ આવેલું છે. એપાર્ટમેન્ટનાં 10 મા માળે રહેતો પરિવાર મોબાઇલ ચાર્જમાં મૂકીને ઘર બંધ કરી જમવા માટે બહાર ગયો હતો. દરમિયાન, ચાર્જમાં મૂકેલા મોબાઇલની બેટરીમાં અચાનક ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં જ ઘરમાં આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી સમગ્ર ઘરને પોતાની ચપેટમાં લીધું હતું.

બંધ ઘરમાં આગ લાગતા એપાર્ટમેન્ટમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પાડોશીઓએ ફાયર બ્રિગેડને આગ લાગવાની જાણ કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગની ઘટનામાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો. સદનસીબે પરિવાર બહાર હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ કાબૂમાં આવી જતાં તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags :
firegujaratgujarat newssurat
Advertisement
Next Article
Advertisement