ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધ્રોલનાં ટોલનાકા નજીક ટ્રકમાં ભભૂકેલી આગથી અફરાતફરી

12:13 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લાના ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસે પાર્ક કરવામાં આવેલા એક ખાતર ભરેલા ટ્રકમાં સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ટ્રકની કેબીન ભળકે બળી હતી. ધ્રોળ ફાયરે સમયસર પહોંચી જઈ આગને બુઝાવી હતી. જેથી ટ્રકમાં ભરેલો ખાતરનો જથ્થો બચી ગયો હતો. આગના આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે આવેલા ટોલનાકા પર ખાતર ભરેલો એક ટ્રક સાઈડમાં પાર્ક કરવામાં આવ્યો હતો, જેમાં સવારે 8.30 વાગ્યાના અરસામાં ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આગની જવાળાઓ કેબીન ની બહાર નીકળતી દેખાઇ હતી.

Advertisement

આ ઘટનાની જાણ થતા સૌપ્રથમ ત્યાંથી પસાર થનારા વાહન ચાલકોએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી, જેથી ધ્રોલ પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરતાં ધ્રોલ ફાયરની ટુકડી સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી. જેથી ટૂંકમાં લોડ કરવામાં આવેલો ખાતરનો જથ્થો બચી ગયો હતો. આગના બનાવ મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Tags :
Dhrol'gujaratgujarat newsjamnagarjamnagar newstrucktruck fire
Advertisement
Next Article
Advertisement