રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બિઝનેસ સ્કૂલમાં સિનિયર-જુનિયરો વચ્ચે ફિલ્મી ઢબે બબાલ

04:36 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ફુલ સ્પીડે કાર ચલાવી દરવાજો ઉડાવ્યો, ટોળકીએ ધોકા સાથે કોલેજમાં આતંક મચાવતા 12 ધવાયા

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સિનિયર અને જુનિયર બે જૂથો વચ્ચે ફિલ્મી ઢબે મારામારી થઈ હતી.ગણેશજીની સ્થાપનાને લઇને નજીવી બાબતમાં બંને જૂથો ઝગડો થતાં મામલો બિચક્યો હતો. ફિલ્મી ઢબે કાર સ્પીડમાં ચલાવી ઝાંપો, દિવાલ અને પોલ પણ તોડી નાખવામાં આવ્યો હતો. બનાવમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બોપલ પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોધીને ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂૂ કરી છે.

બોપલમાં રહેતી પ્રાચી પટેલ શેલામાં શાંતિ બિઝનેસ સ્કૂલમાં પી.જી.ડી.એમમાં પોસ્ટ ગ્રેજ્યુએટના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત 7 સપ્ટેમ્બરે તેમની કોલેજમાં ગણપતિની સ્થાપનાનો કાર્યક્રમ હોવાથી તેઓ બપોરના સમયે બીજા માળે પેસેજમાં મિત્ર અદનાન સાથે ઉભી હતી. તે દરમિયાન મિત્ર સમરપીત આવ્યો હતો અને હોસ્ટેલમાં રહેતો યશ પાનેરીએ તોછડાઇથી પ્રાચીને કહ્યું કે ચલ નીચે ઉતર, ત્યાંથી નીકળ કહેતા પ્રાચીએ કેમ આવી રીતે વાત કરે છે? જેથી યશે તું જુનિયર છે, આવી રીતે જ વાત કરીશ. તું શું કરી લઇશ? કહીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પ્રાચી અને તેના બે મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા. તે સમયે પણ યશ અને તેના મિત્રોએ પ્રાચી અને તેના મિત્રોની મજાક ઉડાવીને આ લોકોને કોલેજમાં ઘૂસવા દેવાના નથી તેમ કહ્યું હતું.

ત્યારબાદ પ્રાચીએ તેના પિતા ગૌતમકુમાર અને ભાઇ ધ્રુવીલને વાત કરતાં તેઓ થાર કાર લઇને કોલેજમાં આવ્યા હતા. બાદમાં યશે અને વિશ્વજીતે સહિત 10 શખસે ગૌતમભાઇ, ધ્રુવીલ, પ્રાચી સહિતને લોખંડનું સ્ટુલ, લાકડાના દંડાથી માર માર્યો હતો.ત્યારે થાર કાર દિવાલ સાથે અથડાતા ગૌતમકુમાર બેભાન થઇ ગયા હતા. ત્યારબાદ યશ, વિશ્વજીત સહિત 10 શખસે મળીને કોલેજમાં લાકડાના દંડાથી આતંક મચાવ્યો હતો. આ અંગે પ્રાચીએ 10 શખસસામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ યશ પાનેરીએ પણ પ્રાચીને ગણેશજીની મૂર્તિની જગ્યાએ બ્રિજ બનાવ્યો હોવાથી હટી જવાનું કહેતા ઝઘડો કર્યો હતો. બાદમાં તેના પિતા ગૌતમકુમાર, રવિ પટેલ સહિતને બોલાવીને આતંક મચાવ્યો હતો. જેમાં ચાર શખસોએ મારામારી કરીને પુરઝડપે કાર હંકારીને કોલેજના દરવાજાને તોડી નાખ્યો હતો. તેમજ પુરઝડપે કાર ચલાવીને દિવાલ અને પોલને નુકસાન કર્યુ હતુ. જ્યારે કોલેજના ડિરેક્ટર નેહાબેને આવીને અને પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.આ અંગે બોપલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધીને ગૌતમભાઇ, યશ અને વિશ્વજીતની ધરપકડ કરીને વધુ તપાસ શરૂૂ કરી છે.

Tags :
business schoolgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement