ઓખા-ભગત કી કોઠી વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે ઓખા-ભગત કી કોઠી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 04806/04805 ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ (સાપ્તાહિક) 12 ટ્રિપ્સટ્રેન નંબર 04806 ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ ઓખાથી દર રવિવારે 08.20 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 12.50 કલાકે પહોંચશે અને ભગત કી કોઠી બીજા દિવસે 03.00 કલાકે પહોંચશે. આ ટ્રેન 13 ઓક્ટોબર, 2024 થી 17 નવેમ્બર, 2024 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 04805 ભગત કી કોઠીઓખા સ્પેશિયલ ભગત કી કોઠીથી દર શનિવારે 10.30 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 23.00 કલાકે પહોંચશે અને ઓખા બીજા દિવસે 04.40 કલાકે પહોંચશે. આ ટ્રેન 12 ઓક્ટોબર 2024થી 16 નવેમ્બર 2024 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરાન, જાલોર, મોકલસર, સમદડી, દુંદાડા અને લુણી સ્ટેશને ઉભી રહેશે.
આ ટ્રેનમાં AC2 ટાયર, AC3 ટાયર, AC3- ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેક્ધડ ક્લાસ જનરલ ક્લાસના કોચ હશે.ટ્રેન નંબર 04806નું બુકિંગ 9 ઓક્ટોબર, 2024થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.