સામાકાંઠેથી વેપારીઓનું લાખો રૂપિયાનું ચાંદી લઈ રફુચક્કર થયેલા પિતા-પુત્ર ઝડપાયા
એક વર્ષ પહેલાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પેરોલ ફર્લોની ટીમે રાજસ્થાન પહોંચી આરોપીને ઝડપી લીધા
રાજકોટ શહેરના સાંમાકાઠે ચાંદીના વેપારીનું લાખોની કિંમતનું ચાંદી લઈ ફરાર થયેલા રાજસ્થાની પિતા-પુત્ર વતનમાં ભાગી ગયાની એક વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે હવે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ીટમે રાજસ્થાની પિતા-પુત્રને પકડી બીડીવીઝન પોલીસ મથકના સ્ટાફને સોંપી દેવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગતો અનુસાર, પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીઆઈ સી.એચ. જાદવની રાહબરીમાં પીએસઆઈ જે.જી. તેરૈયા, એએસઆઈ અમૃતભાઈ મકવાણા, રાજદિપસિંહ ચૌહાણ, કુલદિપસિંહ જાડેજા અને રોહિતભાઈ કછોટ સહિતના સ્ટાફે બાતમીના આધારે સામાકાંઠાના બીડીવીઝન પોલીસ મથક હેઠળના છેતરપીંડીના ગુનામાં એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીઓ રાજસ્થાનના ભિલવાડાના સત્યનારાયણ રામેશ્ર્વરલાલ સોની અને તેમનો પુત્ર મનોહર સત્યનારાયણ સોનીની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.
આ બન્નેએ સામાકાંઠાના ચાંદી વેપારીઓનું લાખો રૂપિયાનું ચાંદી લઈ જઈ છેતરપીંડી આચરી હતી. હવે બન્ને શખ્સોનો બી ડિવિઝન પોલીસને કબ્જો આપવામાં આવ્યા છે.