For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામકંડોરણા-ધોરાજી હાઇવે પર ઘટાટોપ વૃક્ષ ધરાશાયી

11:42 AM Jul 01, 2024 IST | admin
જામકંડોરણા ધોરાજી હાઇવે પર ઘટાટોપ વૃક્ષ ધરાશાયી

જામકંડોરણા ધોરાજી નેશનલ હાઇવે નંબર 11 પર પચાસ સાંઠ વર્ષ પહેલાં એક હજાર થી બારસો પીપરનું વાવેતર કરવામાં આવ્યું હતું આ બધાં જ વુક્ષો વટેમાર્ગુ તથા વાહનચાલકો માટે ખુબજ ફાયદાકારક હતાં પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષ થી દર ચોમાસે આઠ થી દસ પીપર પડી જાય છે હવે આ પીપર પડી જાય છે કે જાણી જોઈને પાડવા આવી રહી છે જે એક તપાસનો વિષય છે પરંતુ એક વૃક્ષ પ્રેમીએ નામના લખવાની શરતે જણાવ્યું છે કે આ વૃક્ષો જાણીજોઈને પાડી દેવામાં આવી રહ્યા છે કારણ પુછતાં તર્ક સાથે જણાવ્યું હતું કે આ રોડની બંન્ને સાઈડ પાણીલાઈન ગેસલાઈન પુષ્કળ પ્રમાણમાં ખોદકામ કરવામાં આવે છે આ ખોદકામ દરમિયાન આ પીપરના મુળ કપાઇ જાય ખોદકામ વખતે વૃક્ષોનું ધ્યાન રાખવામાં આવતું નથી જેને પરિણામે પીપર ઝાડ પડી જાય છે બીજું મહત્વનું કારણ એ છે કે જે વૃક્ષ ચોમાસામાં દરમિયાન પડે છે તેમા 70% વૃક્ષો દાઝેલા હોય છે જે ઈરાદા પૂર્વક આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે. એક તરફ આ સરકાર વૃક્ષો વાવવા લાખોની જાહેરાત કરે છે પરંતુ વૃક્ષો પ્રત્યેનો પ્રેમ ફક્ત 5 જુન એટલે કે પર્યાવરણ દિવસ જ એક પોસ્ટ શોષ્યલ મિડિયા પર વાયરલ કરીને જોવા મળે છે પચાસ વર્ષ જુનું પીપરનું ઝાડ નજીવા પવનથી પડી જાય ઈ પણ એક ગજબ કહેવાય જામકંડોરણા ધોરાજી હાઈવે પર બચેલા વૃક્ષો બચાવવા શું આંદોલન કરવું પડશે અંતે વૃક્ષ પ્રેમીએ અંતે આટલું જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement