રાજુલા પોલીસનો સપાટો : 21 વાહન ડિટેઈન કર્યા, એક લાખનો દંડ વસુલ્યો
શહેરમા ટ્રાફિકના નિયમોનુ વાહન ચાલકો ઉલ્લઘન કરતા હોય અને માર્ગ પર બેફામ વાહનો દોડાવી રહ્યાં હોય પી.આઇ કોલાદરાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડ્રાઇવનુ આયોજન કરાયુ હતુ.
અહીના એસટી વિસ્તાર, હવેલી ચોક, હોસ્પિટલ ચોક, ચારનાળા સહિતના વિસ્તારમા આ ઝુંબેશ હાથ ધરાઇ હતીપોલીસે લાયસન્સ વગર વાહન ચલાવતા ચાલકો તેમજ આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અહી 272 એન.સી .કેસ કરી 21 વાહન ડિટેઇન કર્યા હતા અને 99200ના દંડની વસુલાત કરી હતી.
પોલીસે બજારમા દુકાનદારોને પણ સુચના આપી દુકાન આગળ કોઇ લારી ધારકોને ભાડે ઉભા રહેવા ન દેવા જણાવ્યું હતુ.એસટી બસ સ્ટેન્ડ આગળ ખાનગી વાહન ચાલકોને પણ હટાવી દેવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે જો કે રાજુલા એસ ટી બસ સ્ટેન્ડ સામે પોલીસ ચોકી હોય ત્યારે ત્યાં સતત પોલીસ બેસે તેવું પણ રાજુલા શહેર ના નાગરિકો રહ્યા છે એક તરફ પોલીસ ચોકીની બાજુમાં જ હાઈસ્કૂલ તેમજ સામે તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ ચોકીની સામે એસટી બસ સ્ટેન્ડ તેમજ રાજુલા ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ કોલેજ જવાનો મુખ્ય રસ્તો હોય ત્યારે આ એસ ટી ડેપો પાસે ખૂબ જ ટ્રાફિક રહે છે ત્યારે આ રસ્તા ઉપર સતત પોલીસ ટ્રાફિકનું સંચાલન કરે તેવું રાજુલા શહેરના નગરજનો ઈચ્છી રહ્યા છે જો કે રાજુલા શહેરમાં નવા નિમાયેલ પી.આઇ દ્વારા ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે ત્યારે હજુ પણ રાજુલા શહેરના નગરજનો આ બાબતે વધુ આશાઓ અને અપેક્ષાઓ રાખી રહ્યા છે અને અહીંયા રાજુલા ડેપો પાસે સતત ટ્રાફિકનું સંચાલન થાય તેવું શહેરી જનો ઈચ્છી રહ્યા છે.