For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાં દારૂડિયા ઓડીચાલકે 10 વાહનોને ઉલ્લાળ્યા

11:40 AM Jul 12, 2024 IST | Bhumika
સુરતમાં દારૂડિયા ઓડીચાલકે 10 વાહનોને ઉલ્લાળ્યા
Advertisement

મોડી રાત્રે વેસુ કેનાલ રોડ ઉપર બનેલી ઘટના, બે લોકોને ગંભીર ઈજા, ટોળાંએ પીછો કરી કારચાલકને ઝડપી લીધો

સુરતમાં ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને ચલાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ લોકોએ પીછો કરી નબીરાને પકડી લઈ સારો એવો મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ ગત મોડી રાતે વેસુ કેનાલ (આઇકોનિક) રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કાર નંબર જીજે-05 આરટી-5550ના ચાલકે રોડની કિનારે ઉભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઉભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, તે છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો.
અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.

ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વેન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ, કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂૂ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement