ધ્રોલમાં ધન્વન્તરી નિદાન કેન્દ્ર ચલાવતા તબીબનું હાર્ટએટેકથી મોત
રાજ્યમાં હાર્ટએટેકના બનાવ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. જેમાં તરુણોથી લઈને યુવાનોમાં હાર્ટએટેકના બનાવ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે ધ્રોલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને રાજકોટ, જામનગર હાઈવે પર ધ્રોલ નજીક હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા તબીબને મોડીરાત્રે હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તબીબના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
વધુ વિગતો મુજબ ધ્રોલમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા ડો. રવિભાઈ એસ. આચાર્ય નામના 56 વર્ષીય તબીબને હાર્ટએટેક આવતા તેમને હોસ્પિટલે લઈ જવાયા હતાં. જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. ડો. આચાર્ય ધ્રોલમાં આવેલ લક્ષ્મીનારાયણ કોમ્પલેક્ષમાં ધનવંતરી નિદાન કેન્દ્ર ચલાવતા હતાં. તેમજ તેઓ ધ્રોલના ડોક્ટર સેલના ક્ધવીનર પણ હતાં. તેઓ ત્રણ ભાઈમાં નાના હતાં. તબીબના મૃત્યુ નિપજતા પરિવારમાં શોક છવાયો છે.