જામજોધપુરના ગઢકડા ગામે જમીનના પ્રશ્ને બે સગા ભાઈઓ વચ્ચે વિવાદ
બંને ભાઈઓના પરિવારો વચ્ચે હુમલા થતાં બંને પક્ષે સામ સામેં ગુનો નોંધ્યો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગામમાં જમીનના પ્રશ્ને બે સગા ભાઈઓના પરિવાર વચ્ચે વિવાદ સર્જાયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયા હતા.જેમાં બંને પક્ષે પાંચ વ્યક્તિ ગાયબ થઈ હતી. જે મામલે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હનીફ ભાઈ સોમાભાઈ નામના 50 વર્ષના સંધિ જ્ઞાતિના પ્રૌઢે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના બે સભ્યો ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના ભાઈ ઈસ્માઈલભાઈ જુમાભાઈ, સમીનાબેન ઇસ્માઈલભાઈ, અને સાનિયા બેન ઈસ્માઈલભાઈ સંધિ સામે ફરિયાદ નોંધાવી છે.
જયારે સામા પક્ષે ઇસ્માઈલભાઈ જુમાભાઈ સંધિએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના બે સભ્યો પર હુમલો કરવા અંગે પોતાના જ ભાઈ હનીફ જુમાભાઈ, અસલમ હનીફ ભાઈ, મુસ્કાન બેન હનીફભાઈ, માસુમાબેન અને ભાઈ અને અલ્ફેઝ હનીફભાઈ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.આ બનાવ મામલે શેઠ વડાળા પોલીસે બંને પક્ષે સામ સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.