For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં અન્ય સ્થળોએ દારૂબંધી હટાવવા જરૂરિયાત મુજબ નિર્ણય લેવાશે

03:57 PM Dec 28, 2023 IST | Bhumika
ગુજરાતમાં અન્ય સ્થળોએ દારૂબંધી હટાવવા જરૂરિયાત મુજબ નિર્ણય લેવાશે

રાજ્ય સરકારે બુધવારે સાંજે કેબિનેટની બેઠક મળી હતી. જે અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે અનેક મુદ્દાઓ અંગે મિટિંગમાં શું થયું તે અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દારૂૂની છૂટ અંગે પણ વિસ્તારથી વાત કરી હતી. આ સાથે તેમણે આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે તેમ પણ જણાવ્યુ છે.

Advertisement

ઋષિકેશ પટેલે ગિફ્ટ સિટીમાં દારૂૂની છૂટ અંગે મીડિયાને આપેલી માહિતી અંગે જણાવ્યુ છે કે, પગિફ્ટ સિટીમાં બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે તે અંગેનું કામ ચાલી રહ્યુ છે. તેની પર ચર્ચા વિચારણાના અંતે મુખ્યમંત્રીની કક્ષાએ તે એડવાઇઝરી જાહેર થશે.આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, અન્ય વિસ્તારોમાં જેમકે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂબંધી છૂટ કરશો કે નહીં તે અંગે તેમણે જણાવ્યુ કે, સરકારે આ નિર્ણય કર્યો તેમ સમય જતા જરૂૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઇશું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement