જીવલેણ બનતો રોગચાળો; રાજકોટમાં ઝાડા-ઊલટીની બીમારીથી યુવકનું મોત
શહેરમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેમ રોગચાળો જીવલેણ બન્યો છે. ત્યારે વધુ એક બનાવમાં ત્રંબા ગામે વડાળી રોડ પર રહેતા યુવકનું ઝાડા ઉલટીની બીમારી સબબ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે વડાળી રોડ પર રહેતા સુનિલ રૂૂપાભાઈ કોળી નામનો 33 વર્ષનો યુવાન પોતાના ઘરે હતી. ત્યારે ઝાડા ઉલટીની બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડી હતી સગીરાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુનિલના પિતા હૈયાત નથી અને સુનિલ બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો સુનિલ બે દિવસની ઝાડા ઉલટીની બીમારીમાં સપડાયા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.