જંબુસરના દરિયામાંથી સ્ફટિકનું શિવલિંગ મળ્યું
ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતાં આશ્ચર્ય ફેલાયું છે. બુધવારે જંબુસરના કાવી ગામેથી દરિયામાં માછીમારી પકડવા ગયેલા માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું, પરંતુ એ ઘણું વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી શિવલિંગને પોતાની બોટમાં મૂકીને કાવી દરિયાકિનારે લાવ્યા હતા, જેની જાણ ગ્રામજનોને થતાં જ દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત અન્ય 12 જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામા ધનકા તીર્થ પાસે તેમણે બાંધેલી જાળમાંથી મચ્છી કાઢવા માટે ગયા હતા. અને ઊંચકી બોટમાં ચઢાવ્યું હતું અને માછીમારો ભારે જહેમત બાદ એને કાવીના દરિયાકિનારે લાવ્યા હતા. દરિયાકિનારે લાવ્યા બાદ માછીમારોએ જાળમાંથી બહાર કાઢી સાફ કરીને જોતાં એ સ્ફટિકનું શિવલિંગ અને એમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગેની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનોનાં ટોળેટોળાં શિવલિંગને જોવા ઊમટી પડ્યાં હતાં.