રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હીરા ઉદ્યોગમાં કારમી મંદી, પ્રથમ વખત 10 દિવસનું વેકેશન

12:35 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રત્નકલાકારોની જન્માષ્ટમી બગડશે, 2008 કરતા પણ ખરાબ મંદીનો દોર શરૂ થયાનો મત, યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વેપારને મોટો ફટકો

વિશ્વના વિવિધ દેશો વચ્ચે ખુલેલા યુધ્ધના મોરચાઓના કારણે હીરાબજાર કારમી મંદિરમાં પટકાતા સુરતના હીરાના કારખાનાઓમાં પ્રથમ વખત જન્માષ્ટમીનું વેકેશન 10 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગના વેપારીઓના કહેવા મુજબ હાલ આ ઉદ્યોગોમાં 2008 કરતા પણ ખરાબ મંદી જોવા મળી રહી છે.

જો કે, કંપનીઓના મતે રત્નકલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લાં 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો. વિશ્વમાં ભારતમાંથી 60 ટકા હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે.

સુરત શહેરના નાના-મોટા 400 ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલ વિશ્વમાં ઘણાખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ પણ ઘટી છે, જેની સીધી અસર હવે સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હાલ હીરા ઉઘોગ ના કારખાનાંઓએ રજા રાખવાનું શરૂૂ કર્યું છે? જેથી 2008 આવેલી મદી કરતા હીરા ઉઘોગ માં હાલ મદી અત્યંત ખરાબ ગણાય રહ્યું છે .નાના નાના હીરા ઉઘોગ નુક્શન સહન કરવું પડે છે જેના લઇ ને કેટલા હીરા કારીગરને અન્ય જગ્યા નોકરી વ્યવસ્થા કરવાનું તેના માલિકો જણાવી રહ્યા છે.

સુરત શહેરની મોટી ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત કરી છે. હીરા ઉઘગમાં ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન રાખવાની સુરતના આ પહેલી ઘટના છે જ્યારે અન્ય ઘણી નાની ફેક્ટરીઓએ સપ્તાહમાં 2થી 3 દિવસની રજા રાખવાનું શરૂૂ કરી દીધું છે.

દિવાળી આડે માત્ર 2 મહિનાનો સમય બાકી છે ત્યારે રજાઓ પડી જતાં રત્નકલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના અગ્રણી હીરા વેપારીએ કહ્યું કે, હાલ ડાયમંડ માર્કેટમાં મંદી છે, જેના કારણે કારખાનેદારોની આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. કામ તો ચાલી રહ્યા છે પરંતુ નાના કારખાનાંઓમાં અઠવાડિયામાં 2થી 3 દિવસની રજા પડવાની શરૂૂઆત કરી દેવાઈ છે. કામ લાંબો સમય ચાલે તે માટે અઠવાડિયામાં 2થી 3 દિવસની રજા રાખવામાં આવી રહી છે.

Tags :
diamond industrygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement