For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાજ્ઞિક રોડ પર બે વેપારી વચ્ચેની બબાલમાં ગુનો નોંધાયો: ફાયરિંગ થતા-થતા રહી ગયું!

03:40 PM Aug 13, 2024 IST | Bhumika
યાજ્ઞિક રોડ પર બે વેપારી વચ્ચેની બબાલમાં ગુનો નોંધાયો  ફાયરિંગ થતા થતા રહી ગયું
Advertisement

દુકાન પાસે પાર્કિંગમાં વાહન રાખવા પ્રશ્ર્ને થઇ હતી માથાકૂટ: આરોપીને સંકજામાં લેવા તજવીજ

શહેરના યાજ્ઞિક રોડ પર બાજુ બાજુમાં દુકાન ધરાવતા ઠંડાપીણા અને કપડાંના વેપારી વચ્ચે વાહન પાર્કિંગના મુદ્દે માથાકૂટ થઇ હતી. ઠંડાપીણાના વેપારી પર કપડાંના વેપારી અને તેના સાથીદારે છરીથી હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે વેપારીની લાઇસન્સ વાળી રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ થયો હતો. રાજનગરમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર રાજમંત્રા કોલ્ડ્રીંકસ નામે દુકાન ધરાવતાં ચંદુભાઇ જેરામભાઇ ઠુંમરે (ઉ.વ.62) એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કલ્પેશ પરષોત્તમ ઉકાણી અને હરિ ગોસ્વામીના નામ આપ્યા હતા.

Advertisement

ચંદુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે સવારે દશેક વાગ્યે પોતે તથા તેનો પુત્ર અભિષેક અને દુકાનમાં કામ કરતાં કર્મચારીઓ દુકાને હતા ત્યારે બાજુમાં નાઇસ એન્ડ ન્યૂ નામની કપડાંની દુકાન ધરાવતો કલ્પેશ ઉકાણી ધસી આવ્યો હતો અને દુકાનની આગળનું પાર્કિંગ કોઇના બાપનું નથી તેમ કહી માથાકૂટ શરૂૂ કરી હતી.
કલ્પેશની સાથે આવેલા તેના મિત્ર હરિ ગોસ્વામીએ ચંદુભાઇને ગાળો ભાંડી હતી અને પોતાની પાસે રહેલી છરીના ત્રણ ઘા ચંદુભાઇને ઝીંકી દીધા હતા. છરીના ઘા ઝીંકાતા પ્રૌઢ વેપારી ઢળી પડ્યા હતા અને તેનો પુત્ર સહિતના લોકો દોડી આવતાં બંને હુમલાખોર નાસી ગયા હતા.

હુમલામાં ઘવાયેલા ચંદુભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામાપક્ષે પંચવટી સોસાયટીમાં રહેતા નાઇસ એન્ડ ન્યૂ દુકાનના સંચાલક કલ્પેશ પરષોત્તમભાઇ ઉકાણી (ઉ.વ.45)એ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અભિષેક ચંદુ ઠુંમરનું નામ આપ્યું હતું.

કલ્પેશ ઉકાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે નોટ કાઉન્ટિંગના મશીનને રિપેરિંગ માટે લઇ જવા પોતાની કાર દુકાનની બહાર પાર્ક કરી હતી અને મશીન કારમાં મૂકી રહ્યો હતો ત્યારે અભિષેક ચંદુ ઠુમર ધસી આવ્યો હતો અને અહીં કાર પાર્ક કરવી નહીં તેમ કહી માથાકૂટ કરી હતી અને કલ્પેશે કમરમાં બાંધેલી લાઇસન્સવાળી રિવોલ્વર ખેંચવાનો અભિષેકે પ્રયાસ કર્યો હતો અને પાઇપના ચાર ઘા કલ્પેશને ઝીંકી દીધા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement