For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રૌઢને મરવા મજબૂર કરનાર પુત્રવધૂ, તેના માતા-પિતા સહિત 4 સામે ગુનો નોંધાયો

04:15 PM Oct 16, 2024 IST | admin
પ્રૌઢને મરવા મજબૂર કરનાર પુત્રવધૂ  તેના માતા પિતા સહિત 4 સામે ગુનો નોંધાયો

ખેતીની જમીન હડપ કરી લેવા ધાક-ધમકી આપી દબાણ કરતા હોવાથી પ્રૌઢે સ્યૂસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો’તો

Advertisement

શહેરના મવડી ચોકડી પાસે રાજદીપ સોસાયટીમાં રહેતા પ્રૌઢે સ્યુસાઇટ નોટ લખી ઝેર પી આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં પોલીસે પ્રૌઢને મરવા મજબુર કરનાર પુત્રવધુ, તેના માતા-પિતા સહીત ચાર સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પુત્રવધુ સહીતના આરોપીએ ખેતીની જમીન હડપ કરી લેવા ધાક- ધમકી આપી ત્રાસ આપતા હોવાથી પ્રૌઢે આ પગલું ભરી લીધું હતું.જાણવા મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે રાજદીપ સોસાયટીમાં રહેતા જેન્તીભાઇ કાનજીભાઇ કારેણા (ઉ.વ.55) નામના પ્રૌઢે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

પ્રૌઢે આપઘાત પુર્વે લખેલી સ્યુસાઇટ નોટ માં તેણે પુત્રવધુ, તેના માતા-પિતા સહીતના શખ્સોના ત્રાસથી આ પગલું ભરી લીધાનું લખ્યું હતું. પુત્ર સંદીપ કરેણાની ફરીયાદ પરથી તાલુકા પોલીસે પત્ની ભુમીકા, સાસુ હંસાબેન, સસરા પરબતભાઇ પર પિપરોતર (રે.સુરત, અમરેલી) તથા મામાજી સસરા જયંતિભાઇ નનેરા (રે.રોજીવાડા, જી.પોરબંદર) વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો હતો. ફરીયાદીના ભુમીકા સાથે બીજા લગ્ન હતા અને આગાલ ઘરનો પુત્ર હિત છે.લગ્ન બાદ તેના સસરાએ તેના પિતા પાસે પૈસા માંગતા 10 તોલા દાગીના આપ્યા હતા. જે પરત માંગતા ‘તારા દિકરાને કોઇ દિકરી દે તેમ નથી’.

Advertisement

સરખા નહીં ચાલો તો મારી દિકરીને પાછી લઇ જઇશ’ તેમ કહી દબાણ કરતા બાદમાં એકાદ વર્ષ પહેાલ સોનુ પરત આપેલું બાદમાં પાંચ મહીના પહેલા સાળો પિયુષ સટ્ટામાં રૂા.85 લાખ હારી જતા સાસુ-સસરા તેના પિતાને દબાણ કરતા કે તમારી આઠ વિઘા જમીનમાંથી ચાર વિઘા ભુમીકાના નામે કરી આપો જેથી તેના પિતાએ ના પાડી દેતા અવાર-નવાર દબાણ કરતા હતા તથા પત્ની ભુમીકા પણ પિતાને ‘મને ઘરમાં રાખવી હોય તો જમીન મારા નામે કરવી જ પડશે નહીંતર તમારા પૌત્ર હિતને હું સુખેથી રહેવા નહીં દઉ’ તેમ કહી અવાર નવાર ઝઘડો કરતી હતી.તેના મામાજી સસરાને સમાધાન માટે વાત કરતા તેનો પણ પિતા સાથે ઝઘડો કરી જમીન તો તમારે ભુમીકાના નામે કરવી જ પડશે નહીંતર હું ભુમીકાને કરીયાવર ભરી જઇશ તેવી ધમકી આપી હતી. જેથી તાલુકા પોલીસે સંદીપ કારેણાની ફરીયાદ પરથી તેની પત્ની અને સાસરીયા વિરૂધ્ધ તેના પિતાને આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી પીએસઆઇ બી.વી. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement