શાપર- વેરાવળમાં દંપતી વચ્ચે ઝઘડો થતા સજોડે એસિડ ગટગટાવી લીધું
શાપર-વેરાવળમાં દંપતિ વચ્ચે ઝઘડો થતા બંનેએ સજોડે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં વાસંગીદાદાના મંદિર પાછળ રહેતા દેવેન્દ્ર જોરૂભાઇ પટગીર (ઉ.વ.22) અને તેની પત્ની ગુલાબબેન (ઉ.વ.20)એ ગઇ કાલે સાંજે પોતાના ઘરે સજોડે એસીડ પી લેતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં દંપતિના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. અને કારખાનામાં કામ કરે છે ગઇકાલે દંપતિ વચ્ચે કોઇ કારણસર ઝઘડો થયા બાદ બંન્ને એ આ પગલુ ધરી લીધુ હતુ આ અંગે શાપર વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં ગોંડલના મોવિયા ગામે રહેતા કિસ્મત નાનજીભાઇ ચાંડયા (ઉ.વ32) નામના યુવાને ગત રાત્રે અગમ્ય કારણસર એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જંગલેશ્ર્વરમાં યુવાને ફિનાઇલ પી લીધું. જંગલેશ્ર્વરમાં ન્યુ સાગર મેઇન રોડ પર રહેતા મુસ્તાક ઇકબાલભાઇ વાલેરા (ઉ.વ.34) નામના યુવાને ગત રાત્રે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.