બાબરામાં મેલડી મંદિરે નવરાત્રી મહોત્સવમાં ભોજન અને ભક્તિનો સંગમ
બાબરામાં શ્રી વડલીવાળી મેલડીમાં મંદિરે માતાજીના પરમ ઉપાસક રાજુભાઈ જેઠવા દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં 3વરસ થી 17વરસની આશરે 2200 જેટલી દીકરીઓ રજિસ્ટ્રેશન કરાવી અલગ અલગ માતાજીની વેશભૂષા તેમજ અન્ય ટ્રેડિશનલ કોચ્યુમમાં માતાજીના ગરબા રમવા આવે છે આ સિવાય અન્ય મહિલાઓ ભાવિકો પણ મોટી સંખ્યામાં માતાજીના આરાધના કરવા ગરબી રમવા આવે છે.
અહીં માતાજી સન્મુબ વિશાલ મેદાનમાં આયોજીય નવરાત્રી મહોત્સવમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 4000 થી વધુ બાળ ઓ અને મહિલાઓ ગરબે રમી રહી છે સ્થાનિક મહિલા પોલીસ તેમજ બજરંગ દલના મિત્રો દ્વારા પૂરતો બંદોબસ્ત મેદાનમાં જાળવવામાં આવી રહ્યો છે.અહીં દરોજ સાંજે માતાજીના ગરબે રમવા આવતી ર200 દીકરીઓ તેમજ અન્ય ભાવિકો મળી 4 થી પહજાર, ભાવિકો મહાપ્રસાદનો લાભ મેળવી શકે તેવી વ્યવસ્થા માતાજી પરમ ઉપાસક રાજુભાઈ જેઠવા દ્વારા કરવામાં આવી રહી છે. માતાજીના નવલા નોરતમાં મોટીસંખ્યામાં લોકો મહાપ્રસાદ નો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છેભજન ભોજન અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો છે સ્થાનિક સેવક સમુદાય સહિત અનેક સેવાભાવી મંડળ પોતાની સેવા આપી રહ્યા છે.