For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ચીટર શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ

12:14 PM Aug 20, 2024 IST | admin
સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ચીટર શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ

ખાનગી શિપિંગ કંપની સાથે રૂપિયા 8.62 લાખની છેતરપિંડી

Advertisement

જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલી શ્રીજી કંપની સાથે કોઈ સાઇબર ઠગે બોગસ ઇ-મેલ આઇડી નો દૂર ઉપયોગ કરીને ફલોટિંગ ક્રેઇન માટેનું જરૂૂરી ઓઇલ મોકલવવા માટેનું કોટેશન મંગાવી તેનું પેમેન્ટ પોતાના ખાતામાં જમા કરાવી લઇ શિપિંગ કંપનીને માલ નહીં મોકલી 8 લાખ 63 હજાર થી વધુ ની છેતરપિંડી કરી હતી.
જે અંગે ની ફરિયાદ જામનગર ની ખાનગી કંપનીના પરચેસ એક્ઝિટિવ પ્રતીક ચંદ્રેશભાઇ ઓઝા દ્વારા જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. સાઇબર ક્રાઇમ પોલીસે બોગસ ઇમેલ આઇડીનો ઊપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરનાર સામે આઇપીસી કલમ 406,420, 120-બી તથા આઈ.ટી એક્ટની કલમ 66 ડી મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

ઉપરોક્ત ચિટર શકસ દ્વારા કંપનીને ફલોટીંગ ઓઇલ મોકલવા ના બહાને ડીલિંગ કરી તે અંગેની 8,62,184 ની રકમ બેંક મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને આજ દિન સુધી માંગ્યા મુજબ નો માલ સામાન કે રૂૂપિયા પરત મોકલ્યા ન હોવાથી આખરે ઉપરોક્ત મેઇલ આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવાઇ છે, જે અજાણ્યા શખ્સની શોધખોળ ચલાવાઇ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement