માળિયા(મી)ના પીપળિયા ચાર રસ્તા નજીક ફેબ્રુઆરીમાં ઝડપાયેલા બાયોડીઝલ પ્રકરણમાં ફરિયાદ દાખલ કરાઇ
મોરબી એલસીબી ટીમે ગત ફેબ્રુઆરી માસમાં બાતમીને આધારે માળિયા પીપળીયા ચાર રસ્તા નજીક ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરાતું હોય જે સ્થળે રેડ કરી ટેન્કર, ટ્રક સહીત 72 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો જે ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરનાર ઇસમ અને ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી પીએસઆઈ બી ડી ભટ્ટે માળિયા પોલીસ મથકમાં આરોપીઓ ધર્મેશ ઉર્ફે હક્કા બાબુભાઈ ચાવડા રહે મોરબી શનાળા રોડ ખોડીયારનગર મૂળ રહે કેરાળી ગામ તા. મોરબી અને વિરમ મઘાભાઇ ખાંભલીયા રહે જોરવાડા તા. ભાભર બનાસકાંઠા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 06-02-25 ના રોજ એલસીબી ટીમે બાતમીને આધારે માળિયા પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટેલ પાછળ આવેલ ધર્મેશ ચાવડાના ડેલામાં રેડ કરી હતી જ્યાં ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ ઓઈલના નામે ભળતા ભેળસેળ યુક્ત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાણા ટેન્કરમાં ભરી બહારથી આવતી ટ્રકોમાં ભરી આપતા હતા.
ટીમે રેડ કરી સ્થળ પરથી રાજુસિંહ મુન્નાલાલ ઠાકોર અને વિનોદસિંગ જાનકીપ્રસાદ ઠાકોર પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાણા ટેન્કરમાંથી ટ્રકોમાં ભરતા મળી આવ્યા હતા જેની પૂછપરછ કરતા ટ્રક ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું અને ટ્રકો અમદાવાદ રહેતા પીયુષભાઈ અગ્રવાલની હોવાનું જણાવ્યું હતું ટ્રકમાં ધર્મેશભાઈ ચાવડાના ડેલામાં ટેન્કરની અંદર ભરેલ બાયોડીઝલમાંથી ટ્રકોમાં ડીઝલ ભરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું ટેન્કર ચાલક પોલીસને જોઇને નાસી ગયો હતો સ્થળ પરથી નાનું ટેન્કર કીમત રૂૂ 10 લાખ, પેટ્રોલીયમ પ્રવાહી આશરે 2500 લીટર કીમત રૂૂ 1,75,000 ટેન્કર કેબીનમાં ફીટ કરેલ ફ્યુઅલ પંપ કીમત રૂૂ 50,000 ટ્રક જીજે 18 એએક્સ 5206 કીમત રૂૂ 30 લાખ અને ટ્રક જીજે 23 એટી 5074 કીમત રૂૂ 30 લાખનો મળીને 72 લાખથી વધુનો મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો.
તેમજ પકડાયેલ જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીના સેમ્પલ લઈને એફએસએલ રાજકોટ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા બંને ટ્રકના માલિકના નિવેદન લેતા નવલખીથી અમદાવાદ લોકલ કોલસાના ફેરામાં ચલાવતા હોવાનું અને બે ટ્રકો અનઅધિકૃત ડીઝલ ભરતા પકડાયેલ તેમાં ડીઝલ ભાવ વધુ હતો અને ભાડા ઓછા હોવાથી પૈસા બચાવવા ગાડીમાં બાયો ડીઝલ ભરવાનું નક્કી કર્યાનું જણાવ્યું હતું પીપળીયા ચોકડીએ બાયોડીઝલ વેચાણ કામ હક્કાભાઈ ચાવડા કરતા હોવાથી તેનો સંપર્ક થયો હતો અને બાયોડીઝલ વેચાણ અંગે લાયસન્સ હોવાનું તેઓએ જણાવ્યું હતું જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી જથ્થો રાખી સ્ટોરેજ અને વેચાણ કરવા અંગેનું લાયસન્સ ધરાવતા ધર્મેશ ચાવડાનું લાયસન્સ 23-12-2021 થી રદ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.