રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અટલ સરોવરમાં ધંધાર્થીઓ પાસે ભાડું નહીં ભાગીદારી માગતી કંપની

05:26 PM Aug 05, 2024 IST | Bhumika
default
Advertisement
Advertisement

30 ટકા શેરિંગ માગતા વિવાદ: ભાડા કરાર નહીં કરીક્યુબ ક્ધસ્ટ્રકશન એજન્સીએ છેતરપિંડી કરી હોવાના ધંધાર્થીઓના આક્ષેપ: તંત્રને આવેદન આપી રજૂઆત

નવા રિંગરોડ-2 પર નિર્માણ કરવામાં આવેલ અટલ સરોવર શરૂ થયું ત્યારથી જ વિવાદમાં આવ્યું છ ત્યારે અટલ સરોવરનું સંચાલન કરતી કયુબ ક્ધસ્ટ્રકશન એજન્સીએ સતાની રૂએ 13 ધંધાર્થીઓને દુકાન ભાડાથી આપી હતી તેના કરાર કરાયા હતા નહીં. હાલ કંપની ભાડુ નહીં પણ ભાગીદારી માંગતી હોવાના અને છેતરપીંડી કરી હોવાના ધંધાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વિવાદ છેડાયો છે.

આ અંગે ધંધાર્થીઓએ કહ્યું હતું કે આ કયુબ કંન્સ્ટ્રકશન કંપની દ્વારા અમો 13 જેટલા ફુડ વેન્ડરોને જે તે સમયે અટલ સરોવર ચાલુ થયા પછી મૌખિક કરાર કરી આ દુકાનો રૂૂા. 25,000/- થી 35,000/- ના અલગ અલગ માસિક ભાડે ફાળવવામાં આવી હતી. સમય આવતાં આપણે લેખિત ભાડા કરાર કરી લેશું, અત્યારે જરૂૂર નથી તેવી કંપનીના સંચાલકો દ્વારા મૌખિક બાહેંધરી આપવામાં આવી હતી. આ વાતચિત થયા બાદ કયુબ કંન્સ્ટ્રકશન કંપનીના જવાબદાર અધિકારી અને દુકાન ધારકો પાસેથી માતબ2 2કમ ચેક તથા રોકડ સ્વરૂૂપે ડિપોઝીટ પેટે ઉઘરાવેલ છે અને તે પૈકી કેટલી રકમ ભાડા પેટે તેઓએ જમા રાખેલ. આ અંગેનો હિસાબ તેઓ આપતા નથી અને અમારી આ મરણ મુડી ઓળવી ગયેલ છે અને હવે તેઓ તેમની મનમાની કરી અને ભાડાની રકમ અતિશય ઝુલ્મી રીતે અમો દુકાન ધારકો પાસે માંગણી કરે છે. અમોએ તેઓના ભ2સો અને વિશ્વાસે મોટું ઈન્વેસ્ટમેન્ટ કરેલ છે અમારી આ મજબુરીનો ગેરલાભ લેવા બેફામ ભાડુ વધારેલ છે. અમોએ આવા બેફામ ભાડા વસુલ ન કરવા જણાવેલ છે તો તેઓએ જણાવેલ કે, તમામ સતાધિકારીઓ, અધિકારી અમારા ખીસ્સામાં છે અને તમારે જે પણ આવેદન કરવું હોય તે કરી શકો છો.

અગ્નિકાંડ થતાં અટલ સરોવર મહાનગર પાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતું. જયારે 1 ઓગષ્ટથી પાલિકાએ સરોવરને ફરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી ત્યારે કયુબ કન્સ્ટ્રકશન કંપનીએ કરા2 ક2વા માટે અમારી સાથે એકા એક સંપર્ક કરેલ. આ સાથે અમોને એ પણ જાણ કરવામાં આવેલ કે, હવે પછી દુકાનોનું ભાડુ અગાઉ નક્કી કરેલ ભાડા પ્રમાણે નહિં પરંતુ નવા ભાડા તરીકે એટલે કે તમારા કુલ ધંધાના 30 % લેખે વસુલ કરવામાં આવશે. સાથે સાથે અન્ય શરતોમાં પણ ફેરફારનું જણાવેલ હતું. ઉપરોકત નવા ભાડા તથા શરતો જેઓને મંજુર ન હોય તેઓ પોતાની દુકાન કરી દેવા અમોને જાણ કરેલ. આ એગ્રીમેન્ટ અમો મિલકત ધંધાને આપેલ છે અને તે મુજબ તાત્કાલીક કરાર કરવા દબાણ કરવામાં આવે છે.

આ બાબતે અમો તમામ દુકાન ધારકોએ કંપનીનનો સંપર્ક કરેલ અને એનેક વખત 2જૂઆતો કરેલ કે તેઓની આ માંગણી તદ્દન ગેરવ્યાજબી છે. આપણા વચ્ચે ભાડા બાબતે અગાઉથી ભાવ નક્કી થયેલ છે અને ત્યાર પછીજ તમોએ અમોને દુકાનોનો કબજો સોંપેલ છે અને તેઓના કહેવાથી જ અમોએ લેખિત કરાર કરવાનું બાકી રાખેલ છે.

હવે જયારે અમો દુકાનદારોએ દુકાનોમાં લાખોનું રોકાણ કરી ધંધો કરવા માટે દુકાનો તૈયાર કરેલ હોય ત્યારે અમારી આ સ્થિતિનો ગેરલાભ લેવા તથા વધુ પૈસા કમાવાવની લાલચે આ કયુબ કંન્સ્ટ્રકન કંપની દ્વારા અમો સાથે છેતરપીડી તથા વિશ્વાસઘાત કરવામાં આવેલ છે. નાના વ્યાપારીઓનું કંપની દ્વારા શોષણ ન થાય તથા અમારી સાથે થયેલ વિશ્વાસઘાત બાબતે યોગ્ય તપાસ કરી અમોને ન્યાય અપાવવા આ આવેદન પત્રનો સ્વીકાર કરશો. તેમ તંત્રમાં કરેલ રજુઆતમાં ધંધાર્થીઓએ જણાવ્યુ છે.

અટલ સરોવરમાં 150નો સ્ટાફ અને મેઇન્ટેન્સનો ખર્ચ વધારે
અટલ સરોવર વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલ છે તેની જાળવણી થવી જરૂરી છે. આ પબ્લિક માટે છે અને સુવિધા પણ આપવી જરૂરી છે અને તેની જાણકારી માટે 150 થી વધારે સ્ટાફ રાખવામાં આવ્યો છે ત્યારે તેની જાળવણીનો ખર્ચ પગાર બધુ નજીવા ભાડામાં પોસાય નહીં અને અગ્નિકાંડ બાદ અટલ સરોવર બંધ હતુ ત્યારે ધંધાર્થીઓ પાસેથી ભાડુ પણ લીધુ નથી.

Tags :
Atal Sarovargujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement