રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રેલનગરમાં રૂા.7.30 કરોડના ખર્ચે બનશે કોમ્યુનિટી હોલ

04:07 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વોર્ડ માં 23 લગ્નહોલ અને કોમ્યનિટી હોલ બનાવવામાં આવ્યા છે. છતા શહેરની વસ્તી કુદકેને ભુસકે વધતા વધુ કોમ્યનિટી હોલ બનાવવાની માંગણી ઉઠવા પામી છે. જેમાં ખાસ કરીને વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ઘણા સમયથી કોમ્યુનિટી હોલની માંગ થયેલ જે અંતગર્ત મહાનગરપાલિકાએ વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં રૂા.7.30 કરોડના ખર્ચે અધતન કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય ટેન્ડર પ્રકિયા હાથ ધરાઇ છે. તેના કારણે ટૂંક સમયમાં આ વિસ્તારના લોકોને કોમ્યુનિટી હોલની સુવિધા પ્રાપ્ત થશે.

Advertisement

શહેરીજનો પોતાના અલગ-અલગ પ્રસંગો માટે મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલનો ઉપયોગ વધુમાં વધુ કરી રહ્યા છે. મધ્યમવર્ગને પોસાય તેવું ભાડુ હોવાના કારણે કાયમી તમામ કોમ્યુનિટી અને લગ્નનુ બુકીંગ હાઉસ ફુલ હોય છે. 18 વોર્ડ પૈકી મોટાભાગના વોર્ડમાં હાલમાં કોમ્યુનિટી હોલ કાર્યરત છે. લગ્નપ્રસંગ શીવાય શૈક્ષણિક તેમજ સંસાદઓ દ્વારા પણ અલગ-અલગ કાર્યક્રમો માટે કોમ્યુનિટી હોલનો વાપરાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નં.3માં ઘણા સમયથી કોમ્યુનિટી હોલ બનાવવાની માંગણી કરવામાં આવેલ તેમજ વોર્ડ નં.3નો વિસ્તાર પણ વધવા લગતા વસ્તી ગણતરીએ કોમ્યુનિટીહોલની જરૂરિયાત છે તેવું તંત્રને લાગ્યું હતું આથી હવે વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ટિપી સ્કીમ નં.19 ફાઇનલ પ્લોટ નં.8એ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યું છે. એસ્ટીમેન્ટ પ્રાઇઝ મુજબ રૂા.7,30,48,783ના ખર્ચે અધતન અને સંપૂર્ણ સુવિધા યુક્ત કોમ્યુનિટી હોલ બનાવવા માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી છે. બીડ ખુલ્યા બાદ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટીમાં રજૂ કરવામાં આવશે. પરંતુ લોકસભાની ચૂંટણી નજીકમાં હોવાથી ટેન્ડર ભરાઇને આવ્યા બાધ ચૂંટણી જાહેર થશે તો આચરસાંહિતાના કારણે સ્ટેન્ડિંગની બેઠક મળશે નહીં પરિણામે હોલના ખર્ચેને મંજૂરી તેમજ વર્કઓડર સહિતની કામગીરી અટકી પડે તેવી સંભાવના પણ જોવાઇ રહી છે. છતાં ચૂંટણી બાદ પણ વોર્ડ નં.3ના લોકોને હવે કોમ્યુનિટી હોલનો લાભ પ્રાપ્ત થશે તે ફાઇનલ છે.

Tags :
community hallgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement