ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નોકરી નહી મળતા માતા-પિતાએ ખેતી કામ કરવાનું કહેતા કોલેજિયન યુવતીનો આપઘાતનો પ્રયાસ

12:23 PM Jul 10, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જસદણના મદાવા ગામની ઘટના : યુવતીએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઈ

બેરોજગારીના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં જસદણનાં મદાવા ગામે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી નહીં મળતાં માતા-પિતાએ ખેતી કામ કરવાનું કહેતા યુવતીને માઠુ લાગી આવ્યું હતું અને યુવતીએ આવેશમાં આવી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. મળતી વિગત મુજબ, જસદણ તાલુકાના મદાવા ગામે રહેતી તેજલબેન જેન્તીભાઈ જતાપરા નામની 18 વર્ષની યુવતી પોતાની વાડીએ હતી ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર તેજલબેન જતાપરા એક ભાઈ ચાર બહેનમાં નાની છે અને તેજલબેન જતાપરાએ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી નહીં મળતાં માતા-પિતાએ ખેતી કામ કરવાનું કહેતા તેણીને માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsJasdanJasdan newssuicide
Advertisement
Advertisement