કેશોદમાં રસ્તાઓ પર ખાડા અને કાદવ દેખાતા નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી
નગરપાલિકા સભ્યને રજૂઆત કરાતા બે કલાકમાં કામગીરી કરવામાં આવી
કેશોદમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓ અને રબડી જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકા વરાપ નીકળતા આવા રસ્તા પરની ગંદકી દુર કરવા માટે ના પ્રયત્ન શરૂૂ કયો છે.
કેશોદમાં તાજેતરમાં પડેલા વરસાદ ને કારણે વોડે નંબર પાંચના રેલવે સ્ટેશન પાસેના જાહેર રસ્તા પર ગારો કિચડ જામ્યા હતા અને રાહદારીઓને હાલવા ચાલવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી ત્યારે આ બાબતે આ વિસ્તારના લોકો એ આ રોડ પરથી નિકળેલા જાગૃત પત્રકાર પ્રકાશભાઈ દવે ને સ્થિતિ નું વણેન કયુે હતું અને એક પત્રકાર લોકો ની વેદના સમજી તાત્કાલીક આ વિસ્તારના કોપોેરેટર ને રજુઆત કરનારા લોકો ની હાજરીમાં ફોન કરી આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવુ જણાવ્યું હતું અને વોડે નંબર પાંચના જાગૃત નગરપાલિકા સભ્ય વિવેક કોટડીયાએ રજૂઆત ના બે કલાકમાં આ રસ્તા પરથી ગંદકી અને કાદવ ને દુર કરાવી આપ્યો છે અને લોકો ચાલી શકે તેવું હાલમાં આ રસ્તા પર તાત્કાલિક ધોરણે કરી આપેલ છે ત્યારે આ વિસ્તારના લોકો એ પત્રકાર પ્રકાશભાઈ દવે તથા નગરપાલિકા નો આભાર વ્યક્ત કર્યો હતો.