ધો.12ના વિદ્યાર્થીએ માથાના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત
કલ્યાણપુરના ખીરસરાની ઘટના: માતા - પિતાના આધાર સ્થંભ એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત
કલ્યાણપુર તાલુકાનાં ખીરસરા ગામે રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા છાત્રએ માથાનાં દુખાવાથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને રાજકોટ સારવારમા મોત નીપજયુ હતુ. માતા - પિતાનાં આધાર સ્થંભ એકનાં એક પુત્રનાં મોતથી પરીવારમા કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસ માથી મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાનાં ખીરસરા ગામે રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા ધવલ નાથાભાઇ સીર નામનો 18 વર્ષનો યુવાન પોતાનાં ઘરે હતો. ત્યારે બપોરનાં દોઢેક વાગ્યાનાં અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે જ યુવાને હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક ધવલ સીર તેનાં માતા - પિતાનો આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો. અને ધો. 12 મા અભ્યાસ કરતો હતો. ધવલ સીરે માથાનાં દુખાવાથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુકાવી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. રાજકોટ યુનિવર્સીટી પોલીસ મથકનાં સ્ટાફે યુવકનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી કાગળો કલ્યાણપુર પોલીસને મોકલી આપતા કલ્યાણપુર પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.