કુવાડવા ગામની ધોરણ 10ની છાત્રાનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ નજીક કુવાડવા તાબે ના જારીયા ગામે ઝેરી દવા પી જનાર 15 વર્ષની સગીરાનું સારવારમાં મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે કારણ જાણવા માટે કુવાડવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર, રાજકોટ તાલુકાના જારીયા ગામે ખેડૂત સુનિલભાઈ કેરાળીયાની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની 15 વર્ષીય દીકરી રૂૂચિકા ચુનીયાભાઈ બામણીયા તા.24/7ના રોજ સાંજે 7 વાગ્યા આસપાસ વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી ગઈ હતી.તેના પરિવારને જાણ થતા સગીરાને તુરંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જયાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં તેણીને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.
અહી ચાલુ સારવારમાં ડો.પૂજા ખીમસરીયાએ સગીરાને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂૂ, હેડ કોન્સ્ટેબલ મહેશભા જોગડા, રાઈટર ધર્મેન્દ્રભાઈ હુદળ, પ્રકાશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડાએ નોંધ કરી બનાવની જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞેશભાઈ રાઇટર સાથે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સગીરાનો મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે રૂચીકા ધો. 10 મા અભ્યાસ કરતી હતી તેમજ એક ભાઈ અને બે બહેનોમાં મોટી હતી. તેને કયાં કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.