For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રમિક પરિવારની બાળકીનું ઊલટી થયા બાદ સારવારમાં મોત

05:10 PM Feb 19, 2024 IST | Bhumika
શ્રમિક પરિવારની બાળકીનું ઊલટી થયા બાદ સારવારમાં મોત

મવડી ગામ નજીક રહેતા એક પરપ્રાંતિય શ્રમિક પરીવારની બાળકીનું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવની મળતી વિગતો મુજબ મવડી ગામનાં સ્મશાન પાસે રહેતા મનોજકુમાર રામની સાડા ચાર વર્ષની પુત્રી રૂચીને આજે તેમના ઘરે ઉલ્ટી થતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

Advertisement

જ્યાં રૂચીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસના કહેવા મુજબ મનોજ એક મહિના પહેલા જ પેટીયુ રળવા ઉત્તરપ્રદેશથી રાજકોટ આવ્યો છે. સંતાનમાં એક દીકરી અને 2 દિકરા છે. હોસ્પિટલ પોલીસ ચોકી સ્ટાફની જાણ પરથી રાજકોટ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement