For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રીજનો ચાંદ જોવા પતિ સાથે રામનાથપરા જઈ રહેલા વૃદ્ધાના ગળામાંથી 1 લાખના ચેનની ચીલઝડપ

04:47 PM Aug 23, 2024 IST | admin
ત્રીજનો ચાંદ જોવા પતિ સાથે રામનાથપરા જઈ રહેલા વૃદ્ધાના ગળામાંથી 1 લાખના ચેનની ચીલઝડપ

ગઈકાલે સિંધી સમાજનો તહેવાર હોય ચાંદ ન દેખાતા રેલનગરના વૃદ્ધા પતિ સાથે રામનાથપરા જતા હતા

Advertisement

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી એન તફડંચીના બનાવો વધી રહ્યા છે. ત્યારેગઈકાલે રેલનગરના સિંધી વૃદ્ધા તેમના પતિ સાથે રામનાથપરા ત્રીજનો ચાંદ જોવા જતાં હતા ત્યારે બે બાઈક સવારે રૂા. 1 લાખનો સોનાનો ચેઈનની તફડંચી કરી જતાં એડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની મળતી વિગત અનુસાર, રેલનગરમાં રહેતા રતનાબેન હરેશભાઈ મુલચંદાણી (ઉ.વ.66)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ગઈકાલે સીંધી સમાજનો ત્રીજનો તહેવાર હોય જેથી તેઓ ત્રીજ રહ્યા હતા તેમજ વૃદ્ધાને ચાંદના દર્શન કરી જમવાનું હોય અને ઘર પાસે ચાંદ ન દેખાતા તેઓ રામનાથ પરા સ્મશાન પાસે ખુલ્લા પ્લોટમાં ચાંદ દેખાતો હોય તો પતિ સાથે દર્શન કરવા બાઈક પર જતા હતા ત્યારે મોચી બજાર ચોકથી રામનાથપરા તરફ પસાર થતાં હતા ત્યારે બચુભાઈ શેરડીવાળાને ત્યાં પહોંચતા રત્નાબેનને ગળા પર કંઈક લાગ્યાનું નિશાન હતુ અને તેમણે પહેરેલો 23 ગ્રામનો સોનાનો 1 લાખનો ચેઈન જોવામાં આવ્યો ન હતો.

Advertisement

તેમજ તેમણે તેમના પતિના બાઈકની પાછળ આવતા બે શખ્સો પાસે ચેઈન હોવાનું માલુમ પડતા તે બે શખ્સો બાઈકમાં ફરાર થઈ ગયા હતા અને રત્નાબેનને ચક્કર આવતા તેમના પતિએ બાઈક સાઈડમાં ઉભુ રાખ્યું હતું. અને બંન્ને શખ્સોનો પીછો કર્યો પરંતુ ક્યાંય મળી આવ્યા નહોતા આ અંગે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ કે.કે. માઢકે ફરિયાદ લઈ અને તપાસ પીએસઆઈ ડાંગીને સોંપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement