PM મોદીએ રિન્યુએબલ એનર્જી સમિટનું કર્યું ઉદ્ધાટન,જુઓ LIVE
PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓએ આજે સૌપ્રથમ સવારે વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલાર સિસ્ટમ નિહાળી હતી. સાથે જ લાભાર્થી સાથે વાતચીત પણ કરી હતી. ત્યારબાદ 10:30 વાગ્યે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર રહ્યા હતાં. અહીં વડાપ્રધાને પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો ચલાવ્યો હતો. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાલથી સ્વાગત કર્યું હતું.
https://www.facebook.com/watch/?v=835922335407724
ત્રીજા વાર વડાપ્રધાન બન્યા બાદ તેઓની આ પહેલી ગુજરાતની મુલાકાત છે. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.ગઈકાલે સાંજે PM મોદી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિત અગ્રણીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ગાંધીનગર રાજભવન ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજી હતી.