For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન સહિતના સામે અંતે અપહરણનો નોંધાતો ગુનો

12:07 PM Feb 19, 2024 IST | Bhumika
ગોંડલ ચીફ ઓફિસર  કારોબારી ચેરમેન સહિતના સામે અંતે અપહરણનો નોંધાતો ગુનો
  • ડોર ટુ ડોર કચરાનું ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરનું બળજબરીથી સરકારી ગાડીમાં અપહરણ કરી બંગલામાં ગોંધી રાખ્યા : અરજી પરત ખેંચી લેવાના નોટરી પાસે બળજબરીથી લખાણ કરાવ્યા : હાઈકોર્ટના હુકમથી ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

Advertisement

ગોંડલના ચકચારી નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉપાડવાના ટેન્ડર પ્રક્રિયામાં કોન્ટ્રાકટરનું સરકારી ગાડીમાં અપહરણ કરી બંગલામાં ગોંધી રાખી બળજબરીથી નોટરી સમક્ષ લખાણ કરી લેવાના ચકચારી પ્રકરણમાં હાઈકોર્ટના હુકમથી અંતે ગોંડલ બી-ડીવીઝન પોલીસે ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને નગરપાલિકાના સભ્ય સહિતના શખ્સો સામે અપહરણ કરી ગોંધી રાખવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, સુરત રહેતા કોન્ટ્રાકટર બિપીનસિંહ એમ.પીલુદરીયા (ઉ.40)એ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્ર્વિન જે.વ્યાસ, ગોંડલ નગરપાલિકા કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના સભ્ય ચંદુભાઈ મોહનભાઈ ડાભી અને મયંકભાઈ કચરાભાઈ વૈશ્ર્નવના નામ આપ્યા છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી નગરપાલિકામાં ટેન્ડર ભરી કામ રાખતાં હોય થોડા સમય પહેલા ગોંડલ નગરપાલિકાનું ડોર ટુ ડોર કચરાના કલેકશનનું ટેન્ડર બહાર પડયું હતું. જે ટેન્ડર ફરિયાદીએ ઓનલાઈન ભર્યુ હતું. જેમાં ટેન્ડર સાથે ફીની ડીડી પણ સામેલ રાખ્યો હતો. ત્યારબાદ તા.23-11-2023ના કમીટીની રૂબરૂ ટેન્ડર ખોલતાં ફરિયાદીની પેઢી કવોલીફાઈ થઈ હતી.

ત્યારબાદ આ ટેન્ડર રદ કરવા માટે ગોંડલ કારોબારીના ચેરમેન અને ચીફ ઓફિસર સહિતના શખ્સોએ અરજી કરનાર કોન્ટ્રાકટરનું ગોંડલ સ્વામીનારાયણ મંદિર સામેથી ત્રણ કારમાં અપહરણ કરી હનુમાન મંદિર પાસે આવેલ બંગલામાં લઈ જઈ ફરિયાદી અને તેમના સાથીદાર દિનેશભાઈ સતાણીને બંગલામાં ગોંધી રાખ્યા હતાં.

નગરપાલિકાના ચીફ ઓફિસર એ.જે.વ્યાસ તેમજ મયંક વ્યાસ સહિતના શખ્સો દ્વારા ‘હું કહું તેમ અરજી પરત ખેંચી લેવાનું લખાણ લખો’ તેમ કહી આ લખાણ નોટરી સમક્ષ એફીડેવીટ કરાવી સાંજ સુધી ફરિયાદી અને તેના સાથીદારને બંગલામાં ગોંધી રાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી મુકત કરી દીધા હતાં.

ગોંડલ નગરપાલિકાનું ટેન્ડર મેળવવા અરજી કરનાર કોન્ટ્રાકટરે ટેન્ડર પ્રક્રિયા બાદ ચીફ ઓફિસર અને વડાપ્રધાનને બે અરજી કરેલ હોય જે અરજી પરત ખેંચી લેવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અને કારોબારી સભ્ય સહિતના શખ્સોએ કોન્ટ્રાકટરનું અપહરણ કરી બળજબરીથી નોટરી પાસે લખાણ કરાવી લીધું હતું અને પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ સંદર્ભે કોન્ટ્રાકટરે પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલીસે અરજી લઈ ગુનો દાખલ નહીં કરતાં અંતે ન્યાય મેળવવા કોન્ટ્રાકટરે હાઈકોર્ટના દરવાજા ખખડાવતાં અંતે હાઈકોટેર્ર્ના આદેશથી ગોંડલના ચીફ ઓફિસર, કારોબારી સભ્ય સહિતના શખ્સો સામે અપહરણ કરી ગોંધી રાખી ધમકી આપી માર મારવા અંગેનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગુનો દાખલ નહીં કરનાર પીઆઈને જ તપાસ સોંપાઈ

ગોંડલના ચકચારી પ્રકરણમાં કોન્ટ્રાકટરનું અપહરણ કરી બળજબરીથી નોટરી કરાવી લેવાની પોલીસમાં અરજી થયા બાદ ગોંડલ બી ડીવીઝનના પીઆઈ જે.પી.ગોસાઈએ માત્ર અરજી લઈ આરોપીઓને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રકરણમાં હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ હાઈકોર્ટના આદેશથી પોલીસે ગુનો દાખલ કર્યો છે ત્યારે જેની સામે આક્ષેપ થયા હતાં. તે જ પીઆઈને આ પ્રકરણની તપાસ સોંપવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement