ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હરિઘવા રોડ ઉપર 56 દિવસ પૂર્વે કારખાનેદારને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરનાર સામે ગુનો નોંધાયો

03:50 PM Aug 24, 2024 IST | admin
Advertisement

10 દિવસ પૂર્વે પોલીસે જેની ધરપકડ કરી હતી તે શખ્સ બે ગુનામાં ફરી વોન્ટેડ, હત્યાની કોશિશની બીજી ફરિયાદ નોંધાઇ

Advertisement

શહેરના હરિધવા રોડ પરની અયોધ્યા સોસાયટી5માં રહેતા અને સોરઠીયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા કારખાનેદાર અમિતભાઇ પરસોતમભાઈ સગપરિયા (ઉ.વ.40) ગત તા 20 ના રોજ પત્ની રીનાબેન સાથે પંચનાથ પ્લોટમાં આવેલા શ્રી સીમંધર જૈન મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. પત્ની રીનાબેન પૂજા કરતા હતા એ સમયે ભાવેશ ગોલ નામના શખ્સે મંદિરમાં આવી દંપતી પૂજા કરતું હતું ત્યાં આવીને અમિતભાઇ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. અને છોડાવવા વચ્ચે પડતા તેમની પત્ની રીનાબેનને પણ ઇજા થઈ હતી.આ ઘટના અંગે નામચીન ભાવેશ ગોલ સામે એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષની બીજી ફરિયાદ નોંધાઈ છે.

મવડી આસ્થા રેસીડેન્સીમાં કારખાનેદાર નાના ભાઈ મયુરભાઈ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 1 જુલાઈના સવારે મારા મોટાભાઈ અમિતનો ફોન આવેલ અને કહેલ કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરીધવા રોડ ઉપર પહોચ્યો ત્યારે કોઈ કારચાલકે હડફેટે લેતા ઈજા થઈ છે તેવું જણાવતા મયુરભાઈ ત્યાં દોડી ગયા હતા અને ભાઈને હોસ્પીટલે પહોચાડ્યો હતો. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે,અમિત ભાઈને કાર ઠોકરે લઇ કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરનાર ભાવેશ ગોલ હતો.

ભાવેશે કારખાનેદારને ઠોકરે ચડાવ્યા બાદ ઝડપે કાર માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ 10 મહિના પૂર્વે પણ કારખાનેદાર અમિતભાઈને છરીથી માર માર્યો હોય તેની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હોય તેનો ખાર રાખી નામચીન ભાવેશે મંદિરમાં ફરી હુમલો કર્યો હોય તેની સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન બાદ હવે ભક્તિનગર પોલીસે શોધખોળ હાથ ધરી છે. ભાવેશ અગાઉ મારામારીના ગૂનામાં 8 માસથી વોન્ટેડ હોય ભક્તિનગર પોલીસે ગત 14 તારીખે જ પકડયો હતો.

Tags :
accidentattactgujaratgujarat newsharighavaroadrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement