રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આટકોટ પાસેથી 3.69 લાખની નશાકારક કોર્ડીન બોટલો ભરેલી કાર ઝડપાઈ

04:53 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે રાજકોટ શહેર જિલ્લામાં ફ્લાઈંગ સ્કોવડ અને સ્ટેટીક સ્કોવડ કાર્યરત કરી દેવામાં આવી છે. ત્યારે આટકોટ પાસે રાત્રે વાહન ચેકીંગ દરમિયાન રાજકોટથી નશાકારક કોર્ડિન બોટલ ભરેલી કાર સાથે અમરેલીના મેડીકલ એજન્સીના માલીકની પોલીસે ધરપકડ કરી 3.69 લાખની 2400 બોટલ કબ્જે કરાવમાં આવી છે ત્યારે પોલીસની તપાસમાં કોર્ડિન નશાકારક બોટલનું પગેલું રાજકોટની ક્રિષ્ના એજન્સી સુધી નિકળ્યું છે. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ એસઓજી પીઆઈ એફ.એ. પારઘીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે પોલીસ કાફલો જસદણ-આટકોટ તરફ વાહનચેકીંગમાં નિકળ્યો હતો. ત્યારે આટકોટ પાસે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ તરફથી આવતી એસન્ટ કાર અટકાવી તલાશી લેતા તેમાંથી નશાકારક કોર્ડિનની 2400 બોટલ મળી આવી હતી. પોલીસે 3.69.600ના કિંમતની નશાકારક બોટલો અને એક લાખની કાર મળી 4,69,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે અમરેલી-બાબરા રોડ પર આવેલ અમરાપરા વિસ્તારમાં રહેતા અને મેડીકલ એજન્સી ધરાવતા અક્ષય વિનુભાઈ ચૌહાણ ઉ.વ.26 સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગવીઢબે પુછપરછ કરતા રાજકોટના ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે આવેલ ક્રિષ્ના એજન્સીમાંથી નશાકારક કોર્ડિન બોટલ ભરી વેચાણ માટે પોતાના મેડીકલ સ્ટોરે લઈ જતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની પાસે કોઈ જ આધારપુરાવા મળી ન આવ્યા હતા.

આ કામગીરી એસઓજીના પીએસઆઈ બી.સી. મીયાત્રા, જયવીરસિંહ રાણા, અતુલભાઈ, સંજયભાઈ, ઈન્દ્રસિંહ, વિજયભાઈ, હિતેષભાઈ, અરવિંદભાઈ, ભગીરથસિંહ, અરવિંદભાઈ સહિતના સ્ટાફે કરી હતી અને વધુ તપાસ માટે આજે ગોંડલ રોડ પર આવેલ ક્રિષ્ના એજન્સીમાં તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement