રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રસ્તાઓ ઉપર લાંબા સમયથી પડેલા વાહનો જપ્ત કરવાની ઝુંબેશ

03:51 PM Dec 12, 2023 IST | Bhumika
Advertisement

પ્રથમ દિવસે 44 વાહનો ડિટેન, : ક્ધડમ થઈ ગયેલા વાહન ટ્રાફિકને અડચણરૂપ પડયા હોય તો ઉપાડી લેવાશે, 334 કેસ કરી 1.57 લાખ દંડ વસૂલ્યો

Advertisement

રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યા દિવસને દિવસે વધુ જટીલ બનતી જાય છે. એક ડઝનથી વધુ ઓવરબ્રીજ બનાવ્યા હોવા છતાં શહેરીજનોને ટ્રાફીક સમસ્યામાંથી મુક્તિ મળતી નથી. જેના કારણો શોધી ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે એક પછી એક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે રાજકોટ શહેરનાં રાજમાર્ગો પર વર્ષોથી પડેલા બીનવારસી વાહનો ટ્રાફીકમાં અડચણરૂપ હોવાનું તંત્રના ધ્યાન પર આવતાં ગઈકાલે પોલીસ કમિશ્નરના આદેશથી ટ્રાફીક બ્રાંચે બિનવારસી વાહનો ડીટેઈન કરવાની ઝુંબેશ શરૂ કરી 44 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતાં.

રાજકોટ શહેરમાં ટ્રાફીક સમસ્યા માથાના દુ:ખાવા રૂપ બની ગઈ છે ત્યારે ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે પોલીસ કમિશ્નરે ખાનગી લકઝરી બસોને દિવસે પણ શહેરમાં પ્રવેશબંધી ફરમાવી દીધી છે. જેનો રવિવારથી કડક અમલવારી શરૂ કરવામાં આવી છે અને રાજકોટનાં ત્રણેય એન્ટ્રી પોઈન્ટ ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી અને માધાપર ચોકડી ખાતે ફરજિયાત ખાનગી લકઝરી બસો રોકી દેવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર વિધી ચૌધરી દ્વારા ટ્રાફીક સમસ્યાનું નિવારણ લાવવા માટે રાજકોટ શહેરના રાજમાર્ગો પર વર્ષોથી બિનવારસી હાલતમાં પડેલા વાહનો જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરાવી છે. ગઈકાલે ટ્રાફીક ડીસીપી પૂજા યાદવ, એસીપી જે.બી.ગઢવી સહિતના સ્ટાફે રાજકોટનાં રાજમાર્ગો પર ટ્રાફીકને નડતરરૂપ પડેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી અને રાત સુધીમાં ફોર વ્હીલ અને ટુ વ્હીલ મળી 44 જેટલા વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે.

બીજી બાજુ ઘર પાસે અથવા શેરીમાં વર્ષોથી કંન્ડમ હાલતમાં ધુળ ખાતા વાહનોના માલીક સામે ટ્રાફીક અડચણરૂપના કેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવ્માં આવી હતી. જેમાં ગઈકાલે અલગ અલગ ટીમ દ્વારા 334 ટ્રાફીક અડચણરૂપના કેસ કરી 1.57 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઝુંબેશ તબક્કાવાર અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે તેમ ટ્રાફીક બ્રાંચની એક યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsvehicles seize
Advertisement
Next Article
Advertisement