For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયર NOC વિના ધમધમતું ‘ટેસ્ટ ટાઉન’ રેસ્ટોરન્ટ સીલ

12:03 PM Aug 02, 2024 IST | admin
ફાયર noc વિના ધમધમતું ‘ટેસ્ટ ટાઉન’ રેસ્ટોરન્ટ સીલ

રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના જરૂરી ઉપકરણો અને વ્યવસ્થા ન હતી

Advertisement

જામનગર શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલ જનતા ફાટક પાસે ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ ટેસ્ટ ટાઉન રેસ્ટોરન્ટને ફાયર સેફ્ટી સાધનો સાથે એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના જરૂરી ઉપકરણો અને વ્યવસ્થા ન હતી. જેથી કરીને આગની ઘટના બનવાની સ્થિતિમાં મોટી જાનહાનિ થઈ શકે તેમ હતું. આ કાર્યવાહી બાદ રેસ્ટોરન્ટના સંચાલકને ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જો રેસ્ટોરન્ટના સંચાલક ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરશે તો જ રેસ્ટોરન્ટને ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટ ટાઉન રેસ્ટોરન્ટને ફાયર એનઓસી ન હોવા બદલ સીલ કરવામાં આવી તે એક સારુ પગલું છે. પરંતુ આ સાથે જ એક પ્રશ્ન પણ ઉભો થાય છે કે શહેરમાં આટલી બધી રેસ્ટોરન્ટ હોવા છતાં, ફાયર વિભાગને આટલા લાંબા સમય સુધી કેમ આ વાત યાદ ન આવી? શું આ માત્ર એક રેસ્ટોરન્ટ સામેની કાર્યવાહી માત્ર દેખાડા માટે છે..?ફાયર એનઓસી વિના ધમધમતી શહેરમાં આટલી બધી રેસ્ટોરન્ટ હોવા છતાં, ફાયર વિભાગને આટલા લાંબા સમય સુધી કેમ આ વાત યાદ ન આવી? શું ફાયર વિભાગ પાસે પૂરતી માનવશક્તિ અને સંસાધનો નથી?

Advertisement

શું તેમની પાસે રેસ્ટોરન્ટ્સની સંપૂર્ણ યાદી છે અને તેનું નિયમિત ચકાસણ કરવામાં આવે છે?, શું આ કાર્યવાહી માત્ર એક દેખાડા માટે છે? શું ફાયર વિભાગ માત્ર એક કે બે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરીને પોતાની ફરજ બજાવી એવુ માને છે? શું તેઓ શહેરની તમામ રેસ્ટોરન્ટ્સની તપાસ કરશે અને જરૂૂરી કાર્યવાહી કરશે.?, રેસ્ટોરન્ટના માલિકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ. તેમણે ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તેઓ આ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement